• હાલના સમયમાં સેનિટાઈઝરનો ઉપયોગ હાથ ધોવા માટે ખુબ જ વધુ મોટા પ્રમાણમાં થાય છે. હેન્ડ સેનિટાઇઝર આપણા હાથમાં રહેલા જંતુઓ અને બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત હાથની ગંધ પણ દૂર કરે છે. 
  • પરંતુ અમુક લોકોને વારંવાર હાથ ધોવાની ટેવ હોય છે. દરેક નાના મોટા કામ કાર્ય બાદ અમુક લોકો ને લાગે છે પાણી ની મદદ થી હાથની સાફ થઈ શકશે નહીં. તેથી તેઓ વારંવાર પોતાના હાથ સાફ કરવા માટે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરતા હોય છે. 
  • મળતી માહિતી મુજબ શું તમને ખબર છે કે હેન્ડ સેનિટાઇઝરનો વધુ પ્રમાણ માં ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
  • આજે અમે તમને જણાવીશું વધારે પ્રમાણ માં તેનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
  • ટ્રાઇક્લોઝન નામનું એક કેમિકલ સેનિટાઇઝર માં રહેલું હોય છે. જે તમારા હાથની ત્વચાને શોષી લે છે. તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાથી તમારી ત્વચામાંથી પસાર થતાં આ રસાયણ તમારી ત્વચામાં ભળી જાય છે. લોહીમાં ભળવાથી તમારી માંસપેશીઓની ગોઠવણીને નુકસાન પહોંચાડે છે.
  • હેન્ડ સેનિટાઇઝરમાં ઝેરી તત્વો અને બેંજાલકોનિયમ ક્લોરાઇડ પણ હોય છે. જે તમારા હાથમાં રહેલા સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે. પરંતુ આપણી ત્વચા માટે સારું નથી. તેનાથી ત્વચામાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.
  • સેનિટાઇઝરમાં સુગંધ માટે એક કેમિકલ વપરાય છે. તેનું પ્રમાણ જે સેનિટાઇઝર વધારે હોય છે. તે આપણા માટે નુકસાનકારક છે. આવા વધારે પ્રમાણમાં સુગંધિત સેનિટાઇઝર્સ યકૃત, કિડની, ફેફસાં અને પ્રજનન પ્રણાલીને નુકસાન પહોંચાડે છે.
  • સેનિટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાના કારણે નાના બાળકોની સ્વાસ્થ્યે નુકસાન કરી શકે છે.
  • ઘણા સંશોધન પ્રમાણે તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી બાળકોની પ્રતિરક્ષા પણ ઘટે છે.