• પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા 1.4 મહિના થી ચાલી રહેલો વિવાદ એની ચરમસીમા એ પહોંચી ગયો છે. સોમવારે પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં બન્ને દેશોની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. 
  • સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ અથડામણ માં ભારણ ના 1 કર્નલ સહીત 3 સૈનિકો શહીદ થયા હતા. તે જ સમયે, આ અથડામણમાં 5 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. અને 11 સૈનિકો ઘાયલ થયા હતા.
  • આ ટકરાવ ફરી એકવાર 1962 ના યુદ્ધ ની યાદ અપાવી ફરી તે તરફ દોરી જાય છે. ગેલવાન નદી ગેલવાન ખીણમાં વહે છે. આ એ વિસ્તાર છે જ્યાં હંમેશા બંને દેશો વચ્ચે સંઘર્ષ નું કારણ રહયું છે. ચીની સૈનિકો આ વિસ્તાર માં તંબુ નાખી ને રહે છે અને સતત ભારતીય સૈન્ય ને ઉશ્કેરે છે. 
  • આવું જ વાતાવરણ સોમવાર ની રાત્રે થયું હતું. પહેલા ચીની સૈન્ય ભારતીય સીમા માં ઘુસીયા. જયારે ભારતીય સૈનિકો તેને રોકવા માટેના પ્રયાસો કર્યા ત્યારે બને વચ્ચે ઘર્ષણ થયું હતું. 
  • તમને જણાવી દઈએ કે, 58 વર્ષ પહેલા પણ ભારત અને ચીન વચ્ચે આ ખીણ ને લઇ ને યુદ્ધ થયું હતું. આવી સ્થિતિ માં તણાવ ફરી ત્યાં જ આવી ને ઉભો રહયો છે. ભારત અને ચીન સતત આ વિવાદ વાતચીત કરી ને નિરાકરણ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે.
  • ચીની મીડિયા એ ભારતીય સૈનિકો પર તેની સરહદ ની અંદર પ્રવેશ કરીને તેમના જવાનો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમય ભારતીય સૈનિકો કહેવું એમ છે કે ચીની ના સૈનિકોઓ ભારત ની સરહદ ની અંદર પ્રવેશ કર્યો હતો. 
  • બન્ને દેશો ની સરહદની પરિસ્થિતિ નો હલ કરવા માટે અને સરહદી વિસ્તાર માં સંપૂર્ણ શાંતિ જળવાઈ તે માટે વાતચીત દ્વવારા ઉકેલવા સમન્ત થયા છે.
  • ચાલો આપણે જાણીએ શું છે વિવાદ?
  • લદાખના ગાલવાન નદી વિસ્તાર પર ચીન પોતાની પકડ જમાવી રાખી છે. આ વિસ્તાર 1962 માં પણ યુદ્ધ નું મુખ્ય કારણ બનીયુ હતું. આ વિવાદ ના સમાધાન માટે ઘણી બેઠકો થઇ ચુકી છે. 
  • 6 જૂન ના રોજ બને દેશ ના લેફ્ટનન્ટ જનરલ લેવલની બેઠક મળી હતી. પરંતુ આ વિવાદ સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. ભવિષ્યમાં આ મુદ્દે બીજી અન્ય બેઠક યોજાશે. તેવી સંભાવના જોવા મળી રહી છે.
  • ભારત ચીન સાથે 3,488 કિલોમીટરની લાંબી સરહદ ધરાવે છે. આ સરહદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. 
  • તે ત્રણ વિસ્તારમાં વહેંચાયેલું છે. પશ્ચિમ ક્ષેત્ર એટલે કે જમ્મુ અને કાશ્મીર, મધ્ય ક્ષેત્ર, એટલે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વી ક્ષેત્ર, એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. આ વિસ્તારો માંથી બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાય છે. અને બંને દેશો વચ્ચે વાતાવરણ ખરાબ બને છે.