• હાલમાં ચાઈનાની પીપલ્સ લિબરેશન આર્મી ની કસ્ટડીમાંથી પાછા આવનાર ભારતીય સૈનિકોનું તાજેતર માં શારીરિક અને માનસિક તપાસ થઇ હતી. તેની પુછપરછ પછી જાણવા મળ્યું કે 15 જૂને રોજ ગેલવાન ખીણમાં અથડામણ પછી ચીની ઓ ના મગજ માં શું ચાલતું હતું.
  • ચીન થી પરત આવેલા 10 જવાન 60 કલાક સુધી ચીન ની કસ્ટડી માં રહ્યા હતા છતાં પણ તેમનો જોશ અને ઉત્સાહ ઘટ્યો ન હતો.
  • ધ સન્ડે ગાર્ડિયન દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ 10 સૈનિકો પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતીય સૈનિકો પાસે ચીની સૈનિક કરતા ઓછા શસ્ત્રો હતા. છતાં પણ પેટ્રોલ પોઇન્ટ 14 પર ઓછામાં ઓછા 20 ચીની સૈનિકો અને અધિકારીઓને ઠાર કરી નાખ્યા હતા.
  • એક કારણ એ પણ હતું કે ગુરુવારે આપણા સૈનિકો નું મનોબળ ખુબ ઊંચું હતું. મળતી માહતી મુજબ, આપણા દેશના વીર સૈનિકો ત્યારે પકડાયા હતા. જયારે તેઓ ચીન ના વિસ્તાર ની અંદર પીછો કરતા ગયા હતા.
  • કર્નલ સંતોષ બાબુ શહીદ થયા ના સમાચાર સાંભળી ને તેઓ ચીની સૈનિકોની હત્યા કરવાના ઇરાદે તેમના વિસ્તાર માં ગયા હતા. આવી સ્થિતિ માં તેઓ ચીની વિસ્તાર માં તેમની તરફ દોડવા લાગ્યા અને જયારે આપણા સૈનિકો તેમનો પીછો કરતા હતા. ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા.
  • પરત ફરેલા સૈનિકો પાસે થી મળેલી માહિતી પ્રમાણે જયારે ચીને છેતરપિંડી કરી ને હુમલો કર્યો હતો.
  • ત્યારે ભારતીય સૈન્ય ની એક નાની ટીમ એ જે જવાબ આપ્યો એનાથી ચીનીઓ સ્તબ્ધ રહી ગયા હતા. અને બીજા 60 કલાક સુધી ચીની સૈનિકો ને ચિંતા હતી કે ટૂંક સમયમાં ભારત બીજો હુમલો કરશે. આ વિચારસરણી થી તે ગભરાઈ ગયા હતા.
  • સૂત્રો એ જણાવ્યા અનુસાર જયારે આપણા સૈનિકો તેમની કસ્ટડી માં હતા ત્યારે તેઓ ખુબ ભયભીત થઈ ગયા હતા. તેને થોડા કલાકો પહેલા જ આપણી બાજુથી જોરદાર લડત નો અનુભવ પણ લીધો હતો.
  • આવી સ્થિતિ માં ચીન ના સૈનિકો ને લાગતું હતું કે ભારત તરફ થી મોટી સંખ્યા માં હુમલો કરી શકે છે. આ રીતે તેઓ ખુબ ગભરાયેલા હતા.
  • ગુપ્તચર એજન્સીઓ અનુસાર 15 જૂને લડાઈ માં માર્યા ગયેલા ચાઈનીઝ સૈનિકો અંગે ચાઈના માં ખુબ જ નારાજગી જોવા મળી હતી. જે રીતે ભારત માં સૈનિકો નું સંપૂર્ણ આદર અને સન્માન સુધી અંતિમ વિધિ કરવામાં આવી હતી. 
  • તેની તસવીરો ચાઇનીસ સોશ્યિલ મીડિયા માં ખુબ શેર કરવામાં આવી હતી. અને તેની સાથે જ ચીની લોકો સવાલ કરી રહ્યા હતા કે 15-16 જૂન ના રોજ તેમના દેશ માં માર્યા ગયેલા સૈનિકો ના નામ અથવા રેન્ક વિષે કેમ કોઈ માહિતી આપવામાં આવતી નથી.
  • આ ઘટના પછી એવું પણ જાણવા મળ્યું હતું કે ચીન ને વાસ્તવિક યુદ્ધ અને શત્રુ સામે લડવાનું અનુભવ નથી. ચીન માત્ર નકલી યુદ્ધ રમી દુનિયા સામે પોતાનો દેખાવો કરવા માંગે છે. પરંતુ વાસ્તવિક યુદ્ધ માં તે ઠોકર ખાઈ જાય છે. કારણ કે તેમને વાસ્તવિક યુદ્ધ નો વધુ અનુભવ નથી.
  • મળતી માહિતી મુજબ, એક અધિકારી જણાવ્યા પ્રમાણે 15 જૂને પહેલીવાર ભારતીય સેના નો અસલી ચહેરો જોયો. 15 જૂને ભારતીય સૈનિક ચીની સૈન્ય ની સરખામની એ ઘણા ઓછા હતા તેમ છતાં ચીની સૈનિકો ભારત ના સૈનિકો ની શૈલી અને ઉત્સાહ જોઈ ને સ્તબ્ધ થઇ ગયા હતા.