• આખી દુનિયા ની અંદર વાયરસ ના 90 લાખ થી વધુ કેસ નોંધ્યા છે. તે જ સમયે 4.7 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. દુનિયા ના તમામ દેશમાં કોરોના નો પ્રકોપ ચાલુ છે. આમ બ્રાઝીલ પણ છે. 
  • મળતી માહિતી મુજબ, બ્રાઝીલમાં અત્યાર સુધી માં 50 હજાર થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અને બ્રાઝીલ માં 10 લાખ કેસ નોંધાયા છે.બ્રાઝીલ ની હોસ્પિટલો માં મૃતદેહો ના ઢગલા છે કબ્રસ્તાન માં પણ જગ્યા નથી. અહીં જૂની લાશો ના હાડપિંજર ને ભાર કાઢી તેની જગ્યા એ નવા મૃતદેહો દફનાવવામાં આવે છે.
  • બ્રાઝીલ માં છેલ્લા 24 કલાક માં 600 થી વધારે મોત નિપજ્યા છે. બ્રાઝીલ માં પહેલું મોત 17 માર્ચે થયું હતું. ત્યાર થી 21 જૂન સુધીમાં 50 હજાર લોકોના મોટ નિપજ્યા છે. એટલે દરરોજ સરેરાશ 500 થી વધુ લોકો મરી રહ્યા છે.
  • કોરોના ના મામલે અમેરિકા પછી બ્રાઝીલ બીજા નંબર પર આવે છે. યુ. એસ. માં કોરોના ને કારણે અત્યાર સુધીમાં 1.22 લાખ મોત નિપજ્યા છે. જયારે 23 લાખ થી વધારે લોકો ને ચેપ લાગ્યો છે. 
  • બ્રાઝીલ ના રાષ્ટ્પતિ એ કોરોના અને સામાન્ય તાવ ગણાવ્યો હતો. તેથી લોકો તેની ટીકા કરી રહ્યા છે. પરંતુ રાષ્ટ્પતિ બોલ્સોનારો કહે છે કે જો અપને બંધ રાખ્યું હોત તો કોરોના ચેપ કરતા વધારે નુકશાન થયું હોત.
  • નિષ્ણાતો અનુસાર બ્રાઝીલ માં ચેપ ના કેસ ના સત્તાવાર આંકડા કરતા સાત ગણા વધારે કેસ હોય શકે છે. આ સિવાય ઓછી તપાસ ના કારણે પણ તે નિશાના પર છે. 
  • અહીં મોટી સંખ્યા માં થતા મોત ને કારણે ક્બરસ્થાન માં જગ્યા નો અભાવ છે. હાલ માં પહેલા થી દફનાયેલા મૃતદેહો કાઢી ને નવા મૃતદેહો દફનાવવા માં આવ્યા છે. અહીં લાશો ને દફનાવવા માટે જગ્યા કરી શકાય તે માટે જુના ક્બ્રસ્થાન ને ખોદી ને તે હાડપિંજર ને કાઢી ને ધાતુના કન્ટેનર માં ભરાય રહ્યા છે.
  • સાઓ પાઉલો મ્યુનિસિપલ ફ્યુનરલ સર્વિસે તાજેતર માં જણાવ્યું કે 3 વર્ષ પહેલા મૃત્યુ પામેલા લોકોના અવશેષો દૂર કરવામાં આવી રહ્યા છે. અને બેગમાં ભરાઈ રહ્યા છે. તે પચે તેમને કન્ટેનર માં રાખવામાં આવશે તેના માટે 12 કન્ટેનર ખરીદયા છે.
  • સાઓ પાઉલો માં તમામ પ્રતિબંધો હટાવવાં માં આવ્યા છે. જેને કારણે જાહેર પરિવહન, મોલ્સમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દરમિયાન સામાજિક અંતર ના નિયમો નું પણ ઉલ્લઘન કરવામાં આવી રહ્યું છે.
  • કેટલાક નિષ્ણાતો માટે છે કે કોરોના ઓગસ્ટમાં બ્રાઝીલ માં પીક પર હશે. બ્રાઝીલ ના બધા જ શહેરો કોરોના થી અફેકટેડ છે. બ્રાઝીલમાં અત્યાર સુધી માં 50000 લોકોના મોત નિપજ્યા છે જે અમેરિકા પછી બીજા નંબર પર છે.
  • સાઓ પાઉલોના વિલા ફોર્મોસામાં લેટિન અમેરિકામાં સૌથી મોટું કબ્રસ્તાન છે. જ્યાં સુધી નજર જય ત્યાં સુધી કબરો જ દેખાઈ છે. હવે અહીં ફરીથી કબરો ખોદવામાં આવી રહી છે.
  • કબરોમાંથી અવશેષો દૂર કરી ત્યાં નવી લાશ માટે જગ્યા કરવામાં આવી રહી છે. આ કબ્રસ્તાન માં કામ કરતા લોકોમાં ભય નું વાતાવરણ પણ છે.