શિવ ભગવાનને બધા દેવતાઓમાં સૌથી દયાળુ ભગવાન માનવામાં આવે છે. લોકો ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પૂજા-અર્ચના કરતા હોય છે.
એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ની પૂજા થી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે. તેના બધા જ દુઃખ દૂર થાય છે.
માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પર સોમ પ્રદોષ ઉપવાસ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ દિવસને સોમ પ્રદોષનો દિવસ પણ કહેવામાં આવે છે.
આ દિવસે ભગવાન શિવ ઉપાસના કરવામાં આવે તો તેના જીવનના બધા જ દુઃખ અને દરદ જલ્દી દૂર થાય છે અને તેને જીવન સુખી અને સમૃદ્ધિ મળે છે.
આ પ્રદોષ વ્રતને તમામ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનાર, ઉપરાંત કલ્યાણ વ્રત કહેવામાં આવે છે. તે સોમવાર નો દિવસ હોવાના કારણે અત્યંત લાભદાયક પણ છે.
તમે કેટલાક ઉપાયો કરીને તમારી જીવનની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો.
જાણો સોમ પ્રદોષના દિવસે ઉપવાસ માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ
તમે જીવનમાં સુખી થવા માંગતા હો તો ભગવાન શિવની લાલ અને સફેદ રંગ ના ફૂલોથી શિવની પૂજા-અર્ચના કરવી જોઈએ.
વિધાર્થીઓ આ ઉપાય કરવા માટે દૂધ ની અંદર ખાંડ મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
સુંદર અને સુખી પત્ની ઇચ્છતા હોવ તો સોમ પ્રદોષના ઉપવાસના દિવસે બીલીપત્ર ના ફૂલથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરો. આ ઉપાય થી સુંદર અને સુશીલ પત્ની મળી શકે છે.
સુખ અને સંપત્તિ વધારવા માટે ભગવાન શિવને હરસિંગાર ફૂલો અર્પણ કરો.
સોમ પ્રદોષના દિવસે ધતૂરાના ફૂલથી ભોલેનાથની પૂજા કરવી જોઈએ તેનાથી તમને એક યોગ્ય પુત્ર મળશે. જે તમારા કુટુંબનું નામ ઉજ્વળ કરશે.
સુખ, સમૃદ્ધિ વધારવા માટે સોમ પ્રદોષના દિવસે સુગંધિત તેલથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
સોમ પ્રદોષનું વ્રત અત્યંત લાભદાયક છે. કોઈ પણ વ્યક્તિ સોમ પ્રદોષનું વ્રત કરે છે તો તેને ભોલેનાથના આશીર્વાદ મળે છે. અને તેના જીવન માં રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.
કુંવારા છોકરી-છોકરા એ સોમ પ્રદોષના વ્રત થી યોગ્ય વર-કન્યા મળી શકે છે.
સોમ પ્રદોષ ના દિવસે તમારી જીવનની ધણી મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારી અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
0 Comments