બાબા રામદેવ ની કંપની પતંજલિએ કોરોના વાયરસ ની દવા બનવવાનો દાવો કર્યો હતો. અને ગઈકાલે પતંજલિ આર્યુવેદ ના સિઈઓ અને યોગ ગુરુ બાબા રામદેવે કોરોના વાયરસ સામે રક્ષણ માટે કોરોનીલ નામની આર્યુવેદીક દવા શરૂ કરી હતી.
અને દાવો કર્યો હતો કે આ દવા કોરોના ના દર્દીઓની સારવાર કરે છે. પરંતુ દવા લોન્ચ કર્યા ના અમુક કલાક માં જ કેન્દ્રીય આયુષ મંત્રાલયે આ દવા માટે ની જાહેરાત અટકાવી હતી અને તેમની આ દવા વિષે જાણકારી પુરી પાડવાનું કહેવામાં આવ્યું છે.
આ દવા અંગે મીડિયા માં ચાલી રહેલી જાહેરાતો ના આધારે મંત્રાલયે તેનું ધ્યાન ખેંચ્યુ. અને કહ્યું કે આ દવા ની હકીકતો અને વૈજ્ઞાનિક સંશોધન અંગે તેમને કોઈ પૂરતી માહિતી મળી નથી.
આયુષ મંત્રાલયે આ દવા ની જાહેરાત રોકવાનું કહ્યું અને તેના સંશોધન ની વિગતો પણ માંગી હતી.
આયુષ મંત્રાલય આર્યુવેદીક દવા, ઔષધિઓ અને અન્ય આર્યુવેદ ઉત્પાદનો પર સંશોધન કરે છે. જોકે કોરોના એક ખુબ ભયાનક રોગ છે અને તે એક નવો વાયરસ હોવાથી આખી દુનિયા ના વૈજ્ઞાનિકો તેની દવા અને રસી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
કોઈ પણ કંપની ને દવા બનાવતા પહેલા મંત્રાલયની એક અગત્યની મંજૂરી લેવી પડે છે. અને કોઈ કંપની બજાર માં જઈ ને દાવો કરી શકે નહિ કે તે કોરોના ની દવા છે. સરકાર કંપની ને કોઈ પણ નવી દવા કે રસી બનાવની પરમિશન આપે પછી જ તે કંપની દવા બનાવી શકે છે.
પતંજલિ કોરોના દવા ના કિસ્સા માં આયુષ મંત્રાલયે કહ્યું કે તેમની પાસે આ દવા બનાવા વિષે અને પરીક્ષણ વિષે કોઈ જ માહિતી નથી. આ સાથે જ આયુષ મંત્રાલયે પતંજલિ ની કોરોના ની દવા ની રચના સંશોધન અને નમૂના ની સંપૂણ માહિતી શેર કરવા માટે કહ્યું છે.
આયુષ મંત્રાલયે પતંજલિ નો આ દવા ની યોગ્ય તપાસ ના થઇ ત્યાં સુધી આ દવા ની જાહેરાત પર પ્રતિબંધ કર્યો છે. મંત્રાલયે પતંજલિની આ દવાની તપાસ ન થઇ ત્યાં સુધી આ દવા ને પ્રોત્સાહન ના આપવા જણાવ્યું છે.
સાથે સાથે ઉત્તરાખંડ સરકાર ની દવા ના ઉત્પાદન અંગે મંજૂરીની નકલ માંગવામાં આવી છે. આ દવા ના નામ અને રચના ની માહિતી તાત્કાલિક આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત લેબ અને હોસ્પિટલ વિષે પણ માહિતી માંગી છે.
જેમાં તેમને પરીક્ષણો કર્યા હતા. આયુષ મંત્રાલયે નમૂના ના કદ, સંસ્થાકીય નૈતિક સમિતિ ની મંજૂરી અને પરીક્ષણ નું પરિણામ પણ માગ્યું છે તે જ સમયે આઈસીએમઆરએ પણ આ દવા વિશે ના દવાઓ પર કાબુ મેળવ્યો છે.
જાણો આર્યુવેદ, યોગ અને નેચરોપથી, યુનાની અને હોમિયોપેથી વિભાગ બધાનું સંયુક્ત આયુષ મંત્રાલય ભારત સરકાર નું એક અગત્યનું અંગ છે.ઉપરોક્ત શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનું કામ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ,પતંજલિ ના સિઈઓ બાલકૃષ્ણ એ કહ્યું કે 7 દિવસ માં 100% કોરોના ના દર્દી સાજા થયા. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે ક્લિનિકલ ટ્રાયલ માં તેના સફળ પરિણામો નો દાવો કર્યો.
બાબા રામદેવ કહ્યું કે અમે સૌ પ્રથમ ક્લિનિકલી નિયંત્રિત આયુર્વેદિક દવા વિક્શાવી છે. જે સંશોધન, તથ્યો અને પરીક્ષણો આધારિત છે. રામદેવે કહ્યું કે અમે ક્લિનિકલ કેસ અધ્યન કર્યું છે અને તેમના અમને 100% પરિણામો મળ્યા છે.
જયારે 7 દિવસ માં 100% દર્દીઓ સજા થયા છે રામદેવ નું કહેવું છે કે આર્યુવેદ પદ્ધતિ થી ઔષધિનું સઘન અભ્યાસ અને સંશોધન પછી આ દવા 100% દર્દીઓને લાભ આપી શકે છે.
0 Comments