• કોરોના વાયરસ રોગચાળાને કારણે 25 માર્ચથી 31 મે દરમિયાન દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી અનલોક -1.0 એ પહેલી જૂન થી લગાવવામાં આવ્યું જે 1 જૂન થી 30 જૂનસુધી હતું. મળતી માહિતી મુજબ, હવે સરકારે અનલોક-2.0 માટે ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 
  • એક અહેવાલપ્રમાણે અનલોક 2.0 ની ગાઈડલાઈન 30 જૂને જાહેર થઇ શકે છે. અધિકારીઓ એ ન્યુઝ ના માધ્યમથી કહ્યું હતું કે સરકાર નું ધ્યાન આ વખતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ, શાળાઓ અને મહાનગરો ચાલુ કરવા પર રહેશે.
  • આ પ્રક્રિયા સાથે જોડાયેલા ઉચ્ચ સ્તરના સરકારી અધિકારી એ આ સમાચાર ની પુષ્ટિ કરી છે કે થોડા દિવસોમાં અનલોક 2.0 વિષે ટૂંક સમયમાં માહિતી પુરી પાડી શકે છે. આ ઉપરાંત, આની સાથે જ કેટલાક આંતરરાષ્ટ્રીય માર્ગો અને ખાનગી વાહનો માં પણ ખોલી શકાશે. પરંતુ મેટ્રો સેવાઓ ફરીથી ચાલુ કરવામાં સમય લાગશે. 
  • બધા મોટા શહેરો માં કોરોના વાયરસ ના વધતા જતા કેસો ને ધ્યાન માં રાખીને કેન્દ્ર સરકાર મેટ્રો ટ્રેનોનું સંચાલન શરૂ કરવા અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. માહિતી માટે તમને જણાવી દઈએ કે દિલ્હી માં કોરોના વાયરસ ના કેસ માં સતત વધારો થયો છે. 
  • મુંબઈમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ઉપનગરોમાં સંક્રમણ ઝડપ થી વધી રહ્યું છે. દક્ષિણ માં ચેન્નાઇ એ વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન લગાવી દીધું છે. બેંગલુરુમાં વધતા કેસો પર આંશિક લોકડાઉંન લાગુ કરાયું છે. 
  • આવી બધી પરિસ્થિતિનો ને ધ્યાનમાં રાખીને મેટ્રો ની કામગીરી શરૂ કરવામાં થોડોક સમય લાગી શકે છે.
  • કોરોના વાયરસ રોગચાળો વધવા ની ગતિ ને જોઈ ને સરકાર શૈક્ષણિક સંસ્થાઓ પણ ખોલવાના સંકોચ અનુભવી રહી છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક સિવાય ના મોટાભાગના બધા રાજ્યો એ તેમની બોડની પરીક્ષા પણ રદ કરી છે. 
  • ધોરણ 10 અને 12 ની બાકીની પરીક્ષા રદ કર્યા પછી પરિણામ જાહેર કરવા માટે વૈકલ્પિક ગ્રેડિંગ યોજના તૈયાર કરી છે. ગૃહ મંત્રાલય તરફ થી જાહેર કરવામાં આવ્યા અનલૉક 1.0 ની ગાઇડલાઇન પ્રમાણે, શાળાઓ અને કોલેજો રાજ્ય સરકાર ની સલાહ પ્રમાણે અગત્યના નિર્ણય લેવાના હતા. 
  • રાજ્યો ને સલાહ સાથે શાળા અને કોલેજો ખોલવાની હતી. જેમાં રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશો ના વહીવટ સંસ્થાઓ વાલીઓ અને અન્ય હોદેદારો સાથે સલાહ લઇ શકે છે. 
  • હાલમાં ખાનગી કેરિયર્સને કેટલાક આંતરરાષ્ટ્રીય માર્ગો પર ચાલવાની મંજૂરી આપવા માટે ચર્ચા થઇ રહી છે. હકીકતમાં યુએસ વહીવટ તંત્રે ભારત ના વંદે ભારત મિશન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ યોજના અંદર એર ઇન્ડિયા યુ.એસ. માટે ઉડાન ભરી રહી છે. 
  • પરંતુ અમેરિકન કેરિયર્સને યુ.એસ.-ભારત માર્ગો પર ઉડાન આપવામાં આવતું નથી. તેથી અમેરિકા એ કહ્યું છે કે તે ભારત ના આ મિશન ને મંજૂરી નહિ આપે. યુએઈ એ પણ વંદે ભારત મિશન પર આ પ્રકાર ના વાંધા ઉઠાવ્યા છે. 
  • આ સાથે જ કેરળના મુખ્ય પ્રધાન એ પણ કેન્દ્ર સરકાર ને દુબઇ અને બીજા ગલ્ફ દેશોમાં ફ્લાઇટ ની મંજૂરી આપવા કહ્યું છે.
  • આ ઉપરાંત, અનલોક 2.0 માં મજુર વર્ગ માટે રોજગારની તકો વધારવા માટે કેટલીક અન્ય યોજનાઓની પણ જાહેરાત કરી શકે છે. માહતી માટે તમને જણાવીએ કે કેન્દ્ર સરકારે યુપી, બિહાર, બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોને કેન્દ્રમાં પરપ્રાંતિય મજૂરોને રોજગારી પૂરી પાડવા માટે લેવામાં આવતા પગલાઓ વિશે જણાવવા જણાવ્યું છે. 
  • આ રાજ્યો માં મોટી સંખ્યા માં પરપ્રાંતિય મજૂરો અન્ય રાજ્યોથી પરત ફર્યા છે. અધિકારીઓ એ જણાવ્યું કે કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા અને અને સ્થાનિક મજુર દળ ને રોજગાર પર વિચારણા કરવામાં આવશે. આ ચરણ દરમિયાન ઉદ્યોગો ના આત્મનિર્ભરતા પર વિચારણા કરવામાં આવશે.