• શુક્રવારે રાત્રે ફરી એક વાર પાકિસ્તાને યુધ્ધ વિરામ નો ભંગ કર્યો હતો. જમ્મુ-કાશ્મીર ના બારામુલ્લા ના ઉરી એન્ડ રામપુર માં પાકિસ્તાની સેનાએ ગોળાબારી કરી હતી. એમાં ભારત ના બે સૈનિક જવાનો શહીદ થયા છે. અને 1 સૈનિક અને 4 ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે. 
  • ભારતીય સૈનિક એ પાકિસ્તાન ને મુંહતોડ જવાબ આપતા પાકિસ્તાન ની કેટલીક પોસ્ટ પીઓકે માં નાશ કરી છે. ભારતીય જવાનો એ પાકિસ્તાન સૈન્ય ની આગળ ની ચોકીઓ અને રહેણાંક વિસ્તારો ને ટાર્ગેટ કરી તોપમારો શરૂ કર્યો હતો.
  • ભારતીય લશ્કરી પ્રવક્તા રાજેશ કાલીયા એ કહ્યું કે પાકિસ્તાને 1 મેં ના કરેલા યુધ્ધ વિરામ ઉલ્લઘન માં રામપુર સેક્ટર માં કરેલ ગોળીબાર માં ભારત ના 2 સૈનિક શહીદ થયા છે. ભારતીય સેનાએ પણ એનો મુંહતોડ જવાબ આપ્યો છે.
  • પાકિસ્તાની સૈનિકો એ ભારત ની ફોરવર્ડ પોસ્ટ ને નિશાન બનાવી મોટાર અને એલએમજી જેવા હથિયારો થી ગોળીબારી કરી હતી. 
  • છેલ્લા અમુક દિવસો થી પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર ના એલઓસી ના અમુક વિભાગ માં ગોળીબાર કરી રહ્યા છે. જે વિસ્તારો જમ્મુ વિભાગના રાજોરી અને પૂંચ અને કાશ્મીર વિભાગમાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. 
  • એવું જાણવામાં આવ્યું છે કે તોપમારા ની આડ માં પાકિસ્તાન વધુને વધુ આતંકવાદીઓ ને આજુબાજુમાં ધકેલી દેવાનું ષડયંત્ર પણ કરી રહ્યું છે.
  • પાકિસ્તાની સૈનિકો ના અચાનક થયેલી ગોળીબારી માં ઘણા વિસ્તારો માં ગભરાટ ફેલાયો છે. 
  • એક સ્થાનિક નાગરિક એ કહ્યું એ આ વખતે એલએમજી ફાયર ઉરી ટાઉન પહોંચી છે અને કેટલીક ગોળીયો તેના ઘર પર પડી છે. જેનાથી ઘરનો કાચ તૂટી ગયો છે. અને આજુબાજુ ના બીજા પણ ઘણા મકાનો ને પણ નુકશાન થયું છે.