• લોકડાઉન ના સમય માં લોકો ઇચ્છે તો પણ ઘર ની બહાર નીકળી શકતા નથી. આવા વાતાવરણમાં સામાન્ય લોકો ઘરોમાં કેદ થઈને કંટાળો અને માનસિક રીતે બિમાર થઈ રહ્યા છે.
  • આ સમય માં મેડિકલ અને પોલીસ અધિકારીઓ આવશ્યક સેવાઓ પુરી પાડવા માટે રોકાયેલા છે. મેડિકલ અને પોલીસ અધિકારીઓ ઇચ્છે તો પણ આવા કપરા સમય માં તેમની આરોગ્યની સંભાળ રાખવામાં અસમર્થ છે.
  • લોકડાઉન ના સમય માં આવા ઘણા લોકો બીમાર પણ પડ્યા છે. બિહારના રોહતાસ જિલ્લાના રાજપુર બ્લોકના ધર્મપુરા ઓપીના એસએચઓ ઋષિકેશ સિંઘનું અકાળે અવસાન થયું હતું.
  • ઋષિકેશના અકાળે મૃત્યુ ના સમાચાર સાંભળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું.
  • ઋષિકેશ સિંહે પોતાની બહાદુરી, પ્રામાણિકતા અને કર્તવ્યના બળ પર થાણેદારનો હોદ્દો મેળવ્યો હતો. ઋષિકેશ થી પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારી સાથે સ્થાનિક લોકો પણ તેમના કાર્ય થી ખુશ હતા. 
  • 55 વર્ષિય ઋષિકેશ સિંહ બીમાર હોવા છતાં પણ સતત લોકડાઉનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
  • તેમના અકાળે મૃત્યુ બાદ તેમના મૃતદેહને સદર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો. ત્યાર પછી તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
  • તેમના ફેમિલીમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. 
  • ઋષિકેશ સિંહના મોત ના કારણે તેમના પરિવારજનો તેમજ તેમના સાથી સૈનિકો અને સ્થાનિકોમાં શોક છે.
  • મળતી માહિતી પ્રમાણે, ઋષિકેશ સિંહ પહલે થી જ હાર્ટ ના દર્દી હતો. આ પહેલા પણ તેને બે વાર હાર્ટ એટેક આવ્યો હતો. તો પણ તેઓ પોતાની ફરજ પર સતત કામ કરતા રહેતા હતા. 
  • લોકડાઉન અને કોરોનાના દર્દીઓ જિલ્લામાં સતત વધી રહેલા જોતા જિલ્લા વહીવટ ખુબ કડક હતું. 
  • આ દરમિયાન ઋષિકેશ સિંહ ધર્મપુરા વિસ્તારમાં ફરજ પર હતા. જ્યાં તેઓ પોતાની બીમારી ને છુપાવીને સતત કામ કરતા રહેતા હતા. 
  • પરંતુ આખરે તેઓ પોતાના જીવનની લડાઇ હારી ગયા. હાર્ટ એટેક ના ત્રીજા હુમલાથી તેને પોતાનો જીવ ગુમાવિયો. ઘન્ય છે આવા શુરવીરો ને...