• આખી દુનિયા માં કોરોના વાયરસ નો ગભરાટ ફેલાયો છે. જયારે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયું છે. તેથી અમેરિકા ના રાષ્ટ્પતિ ટ્રમ્પ સતત ચીન ઉપર કોરોના વાયરસ ફેલાવાનો આરોપ લગાવી રહ્યા છે.
  • તેને ફરી એકવાર કહ્યું કે આ વાયરસ ચીનના વુહાન ઇન્સ્ટિટ્યૂટે ઓફ બાયોલોજિ ની લેબ માં તૈયાર કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ટ્રમ્પ એ કોરોના વાયરસ ને વુહાન વાયરસ પણ કહ્યો છે.
  • વ્હાઇટ હાઉસ માં એક પત્રકારે અમેરિકા ના રાષ્ટ્પતિ ટ્રમ્પ ને કોરોના વાયરસ સાથે વુહાન ને જોડતો એક સવાલ પૂછ્યો હતો. 
  • તેના જવાબ માં ટ્રમ્પ એ કહ્યું કે મારી પાસે પૂરતા પુરાવા છે. પરંતુ હું અત્યારે હું એ જણાવીશ નહિ. મને તે અત્યારે કહેવાની મંજૂરી નથી. ચીન પર નવા ટેરિફ લગાવવામાં આવશે.

કોરોના પર ચીન-અમેરિકન જંગ
  • કોરોના વાયરસ ના સૌથી વધારે કેસો અમેરિકામાં છે. મળતી માહિતી મુજબ, અહીં કોરોના સંક્રમિત લોકો ની સંખ્યા 1.1 મિલિયન ની નજીક પહોંચી ગઈ છે અને 62 હજાર થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. 
  • આને કારણે અમેરિકા પર ઘણા દબાણ છે. ટ્રમ્પ એ પહેલા પણ ચીન ના દવા ને સ્પષ્ટપણે નકારી દીધો હતો કે કોરોના ચીન ના વન્યપ્રાણી માર્કેટ માંથી આવ્યો છે. 
  • ત્યાર બાદ ચીને પણ અમેરિકા પાર આરોપ લગાવ્યો હતો એ અમેરિકા એ ચીન માં કોરોના વાયરસ ફેલાવ્યો છે.
  • અમેરિકન રાષ્ટ્પતિ ટ્રમ્પ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કોરોના મામલા માં ચીન નો સાથ આપ્યો અને પૂરતી માહિતી આપી નહિ. 
  • ઉલ્લેખનીય છે કે અમેરિકા એ ડબ્લ્યુએસઓ ને અપાતા નાણા અટકાવ્યા હતા. 
ટ્રમ્પે કહ્યું- ચીનની પીઆર એજન્સી ડબ્લ્યુએચઓ છે.
  • ટ્રમ્પએ ડબ્લ્યુએસઓ પર ચીન ની પીઆર એજન્સી તરીકે કામ કરતી હોઈ તેવો આરોપ લગાવ્યો અને ટ્રમ્પ પ્રશાશને ડબ્લ્યુએચઓની ભૂમિકા પાર સવાલ ઉઠાવ્યા છે. અને તપાસ શરુ કરી છે. 
  • આ ઉપરાંત ભંડોળ પાર અસ્થાયી પ્રતિબંધ લગાડ્યો છે.
  • ટ્રમ્પ વારંવાર ચીન પાર આરોપ લગાવે છે. ત્યારે યુ. એસ. ના ગુપ્તચર સમુદાયે ગુરુવારે જણાવ્યું કે હાલના પુરાવા અને ઘણા વૈજ્ઞાનિકો ની સંમિતિ થી કહી શકાય કે કોરોના જેવો વાયરસ એ માનવસર્જિત ના હોઈ શકે. 
  • યુએસ ના ખુફિયા એજન્સી એ જણાવ્યું કે કોરોના વાયરસ કોઈ લેબોરેટરી માં ફેરફાર કરી ને બનાવવામાં આવ્યો નથી અને આ વાયરસ મનુષ્ય દ્વારા બનાવ્યો ના હોઈ અને ના તો તે ડિઝાઇન કરાયો હતો. 
  • તેમ છતાં અમે સતત આ કોરોના વાયરસ ની તપાસ કરી રહ્યા છીએ. જેથી સત્ય સામે લાવી શકાય.