• ભારતમાં કોરોના કેસ ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. આ કારણો ને લીધે સરકારે લોકડાઉન 17 મે સુધી લંબાવી દીધું છે.
  • દેશના દરેક જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. અને ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં લોકડાઉન ના નિયમો થોડા હળવા કરવામાં આવશે. જ્યારે રેડ ઝોનમાં ખુબજ કડક નિયમો કરવામાં એક આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે.
  • ગૃહ મંત્રાલય દ્વારા આના માટે એક વિગતવાર માર્ગદર્શન પણ જારી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લોકડાઉન તોડનાર લોકોને સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
  • ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ પણ અધિકારી કે કર્મચારીને નુકસાન પોંહચાડશે, તો તેને સખત સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે અને આરોપીને એક વર્ષની સજા પણ થઈ શકે છે. 
આ ઉપરાંત દંડ પણ ભરવો પડશે.
  • જો કોઈ પણ કર્મચારી અથવા અધિકારીને ઘટનામાં વધુ ઇજાઓ થાય અથવા તો તેનું મૃત્યુ થાય છે. તો આ સજામાં વધારો પણ થઈ શકે છે.
  • આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા કોઈ પણ આદેશનું ઉલ્લંઘન કરે તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. અને તમને એક વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે. લોકડાઉન નું ઉલ્લંધન પણ આ કેટેગરી ની અંદર શામેલ છે.

ભ્રષ્ટાચાર કરવા વાળા જેલ માં પણ જઈ શકે
  • સરકાર દ્વારા કરવામાં આવેલી મદદ લોકો સુધી પહોંચતી નથી. આવી સ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહત સામગ્રી અથવા સહાય નાણાંમાં ઉચાપત અથવા ભ્રષ્ટાચાર કરે છે. તો તે સજા ને પાત્ર બનશે.
  • આવા કિસ્સામાં કોઈ પણ કર્મચારી, અધિકારી અથવા તો સરકાર સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. તેમજ ઉચાપતની રકમ પણ તેની પાસેથી વસૂલ કરી શકાય છે.
  • શનિવારે માહિતી આપતા આરોગ્ય કલ્યાણ મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાક ની અંદર કોરોના વાયરસના 2293 નવા કેસ નોંધાયા છે. 
  • આ સાથે કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 37300 પાર થઈ ગઈ છે. અને આ વાયરસ ના કારણે છેલ્લા 24 કલાક ની અંદર 71 લોકોના મૃત્યુ થયા છે. 
  • આ બધી પરિસ્થિતિને ધ્યાન માં રાખીને સરકારે ત્રીજા તબક્કાના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉનનો આ ત્રીજો તબક્કો 4 મે થી 17 મે સુધીના સમય ગાળામાં અમલ માં રહશે. 
  • જો કે આ વખતે લોકડાઉનમાં ઘણા પ્રકારની છૂટ છે.