• આખું વિશ્વ આજના સમયમાં કોરોના વાયરસના ના કારણે પરેશાન છે. આ પરિસ્થિતિમાં, કોરોના સામે લડવામાં ભારતની સ્થિતિની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. 
  • ભારતમાં કરવામાં આવેલા લોકડાઉન અને અહીં ફરજ પરના પોલીસ જવનો કોરોના વોરિયર્સ અને દેશવાસીઓની ધીરજની ખુબ જ પ્રશંસા થઈ રહી છે.
  • આનું મુખ્ય કારણ દિલ્હીમાં પોસ્ટ કરેલા આનંદ મિશ્રા જેવા દેશના ખરા સૈનિકો છે. આનંદ મિશ્રા એક આઈપીએસ અધિકારી છે. જે હાલમાં આઉટર દિલ્હીમાં એડિશનલ ડેપ્યુટી કમિશનર તરીકે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ચાલો આપણે તેના વિશે વધુ જાણીએ.
  • આનંદ મિશ્રા 2009 ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં ચાલી રહેલા કોરોના સંકટમાં તે આઉટર દિલ્હીમાં એડિશનલ ડેપ્યુટી કમિશનર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 
  • આ ડેપ્યુટી કમિશનર આનંદ મિશ્રા ને માર્ચ મહિનામાં ખબર પડી હતી કે તેને ગળાનું થાઇરોઇડ કેન્સર છે. હાલમાં ચાલી રહેલા કોરોના ના વાતાવરણમાં આનંદ કોરોના ચેપ લડવાની વિશેષ ફરજમાં પોસ્ટ કરાયો હતો.
  • આનંદને ગળામાં અસહ્ય પીડા અને સોજા નો આભાસ થઈ રહ્યો હતો. અને તે સમય દરમિયાન આખા ભારત માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આનંદ પર ડ્યૂટી ની જવાબદારીઓ ખુબ જ વધી ગઈ હતી. 
  • પોતાને ખુબ જ પીડા છે તેનું ધ્યાનમાં રાખ્યા વગર તેમણે પોતાની ફરજને સર્વોચ્ચ માન્યું અને દેશની સેવા કરવા માટે ફરજ બજાવતા રહ્યા.
  • થોડા દિવસો બાદ આનંદે તેના ગળાની ડૉક્ટર પાસે તપાસ કરાવી. ત્યારે જાણવા મળ્યું કે તેને થાઇરોઇડ કેન્સર છે. ડોક્ટરે તેને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી. પરંતુ દેશને પોતાની જરૂર છે. એમ વિચારી પોતાની ફરજ શરુ રાખી. પરંતુ સમય જતા તેના ગળામાં દુઃખાવો વધતો જતો હતો.
  • થોડા દિવસો બાદ જ્યારે પીડા ખુબ જ વધી ગઈ. ત્યારે આનંદે પહેલી વાર આ વાત પોતાની પત્ની આલોક ને કહી હતી. આનંદ ની પત્ની યુપી ની અંદર મથુરામાં ડીએસપી તરીકે ફરજ બજાવે છે.ત્યાર પછી આ રોગ વિશેની વાત પોતાન મોટા ભાઈ ને કરી. પોતાની પત્ની અને તેના ભાઈએ ડોક્ટર પાસે જવાની સલાહ આપી.
  • પીડા અસહ્ય વધી ગઈ પછી આનંદ ડોક્ટર પાસે ગયો અને કેન્સરનું ઓપરેશન કરાવ્યું. આનંદ મિશ્રાએ હમણાં જ રાજીવ ગાંધી કેન્સર સંસ્થામાં પોતાનું ઓપરેશન કરાવ્યું છે. 
  • આનંદને માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેની આ બીમારી વિશે ખબર પડી હતી. પરંતુ તેણે ડરીને ઘરે બેસવાને બદલે પોતાની ફરજ પર નિભાવાનુ ચાલુ રાખ્યું.
  • મળતી માહિતી મુજબ હાલમાં આનંદ મિશ્રાની સ્થિતિ પહેલા કરતાં સારી છે. અને અત્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. 
  • આનંદ મિશ્રા સાથે વાત કરતા તેને કહ્યું હતું કે, તેઓ એક અઠવાડિયામાં ફરીથી પોતાની ફરજમાં જોડાવાની આશા રાખે છે અને હાલમાં ચાલી રહેલી આ મહામારી માં લોકોને તમામ સંભવિત મદદ કરશે. આનંદ મિશ્રાનીઆ ભાવનાને કારણે આનંદ દિલ્હી પોલીસમાં ફરજ પ્રત્યે નિષ્ઠાવાન નું ઉદાહરણ બની ગયો છે.