• આરબીઆઈ દ્વારા લગાવવામા આવેલા ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પરના પ્રતિબંધોને આગળ ના મહિના સુધી વધારવામાં આવ્યા છે. હવે 31 ઓક્ટોબર સુધી આ બેંક પર લગાવેલા તમામ પ્રતિબંધો ચાલુ રહેશે. જે અત્યાર સુધી ચાલુ હતા. 
  • ઓક્ટોબર 2018 માં આરબીઆઈ દ્વારા આ બેંક પર 6 મહિના માટે પ્રતિબંધો લગાવવામા આવ્યો હતો. કોઈપણ નવી લોનની ગ્રાન્ટ મળવી અને આ બેંકમાં જૂની લોન નવીકરણ માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
  • આ પ્રતિબંધો આગળ પણ બે વખત લંબાવેલા છે. તેની આર્થિક સ્થિતિ સુધરતી સાથે પ્રતિબંધ હેઠળ આરબીઆઈ દ્વારા બેંકને બેંકિંગ વ્યવસાય ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 
  • પૈસા ઉપાડવા પર હજી પ્રતિબંધ ચાલુ છે. બુધવારે આ પ્રતિબંધનો સમયગાળો પૂરો થવાનો હતો. પરંતુ હવે તે હજી 6 મહિના માટે લંબાવામાં આવ્યો છે.
  • આ સંદર્ભે આરબીઆઇ બેંક દ્વારા જારી કરાયેલા આદેશમાં દર્શાવ્યું છે કે, 26 ઓક્ટોબર, 2018 ના રોજ બેંક દ્વારા જણાવવા માં આવેલી સૂચનાઓ આગળ ના 6 મહિના સુધી અમલમાં રહેશે. એટલે કે, 30 એપ્રિલ 2020 થી 31 ઓક્ટોબર 2020 સુધી આ પ્રતિબંધો ચાલુ રહેશે.
આ બેંક પર પણ પ્રતિબંધ લાંબાવ્યો છે
  • આરબીઆઈ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મડગાંવ અર્બન કો-ઓપરેટિવે બેંક લિમિટેડ, ગોવા પર લગાવામાં આવેલા પ્રતિબંધોને પણ 3 મહિના માટે લંબાવી દેવામાં આવ્યા છે અને હવે આ પ્રતિબંધો 2 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ બેંક પરનો પ્રતિબંધ 2 મે 2020 ના રોજ પૂરો થવાનો હતો.
9 જુલાઇ સુધી આ સહકારી બેંક પર પ્રતિબંધ મૂક્યું 
  • આરબીઆઈ દ્વારા કોલીકાતા મહિલા કો -ઓપરેટિવે બેંક લિમિટેડ કોલકાતા પરનો પ્રતિબંધ પણ છ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. આ બેંકમાંથી રોકડ ઉપાડ પર પ્રતિબંધ હતો. 
  • આ સિવાય પણ બીજા ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ પ્રતિબંધો 10 જાન્યુઆરી, 2020 થી 9 જુલાઈ, 2020 સુધી લાગુ છે. 
  • ગત વર્ષે જુલાઈમાં રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા ની લેખિત પરવાનગી લીધા વગર સેન્ટ્રલ બેંકને લોન આપવા અથવા નવીકરણ કરવા કોઈ પણ જવાબદારી વધારવામાં કોઈ પણ રોકાણ કરવા અને નવી થાપણો અથવા ચુકવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેંક ના ખાતેદારો ને રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માત્ર 1000 રોકડ સુધી ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી.
આના પર પણ પ્રતિબંધ મૂકાયો હતો

ગયા મહિને યસ બેંક પર પણ રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જેમાં 3 એપ્રિલ સુધીમાં ગ્રાહકોના પોતાના ખાતામાંથી માત્ર 50 હજાર રોકડ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી.