કોરોના વાયરસ વિશ્વમાં બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આપણા ભારત દેશની અંદર 30 હજારથી વધુ લોકો આ વાયરસનો શિકાર બન્યા છે.
મળતી માહતી મુજબ, આ વાયરસના કારણે ભારત દેશમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. કોરોનાની એક સૌથી મોટી સમસ્યા એ છે કે આ વાઇરસ સામાન્ય ફ્લૂ કરતા ત્રણ ગણો ઝડપથી ફેલાય છે.
આવી પરીસ્થિતિમાં અંદર આ વાઇરસ ને ટાળવા માટે સોશિયલ ડિસ્ટન્સ એક મહત્વનું અંગ છે. આના લીધે ભારત ભરમાં 3 મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
હાલના વાતાવરણ જોતા એવું લાગતું નથી કે 3 મે પછી આ વાયરસ એટલી સરળતાથી ચાલીયો હશે. આના કારણે તમારે ભવિષ્યમાં પણ ઘણી બધી સાવચેતી રાખવી પડશે.
આ વાતાવરણ ની અંદર ઘણી વાર ફળો, શાકભાજી, કરિયાણા વગેરે લેવા મજબૂરીથી તમારે ઘરની બહાર નીકળવું પડતું હોઈ છે. તમે પણ આ વસ્તુઓ લેવા માટે બાહર જઇ રહ્યા છો તો કેટલીક અગત્યની બાબતોને ધ્યાન રાખવું જ પડશે. તમારા તરફથી થોડીક પણ બેદરકારી રાખવામાં આવી. તો તમે શાકભાજી ની સાથે કોરોના વાયરસ પણ ઘરે લાવી શકો છો.
સોશિયલ ડિસ્ટન્સ
આપણે આ વાઇરસ થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ સૌથી અગત્યનું અંગ છે. તમે કોઈ પણ માલ-સમાન ની દુકાન ની અંદર જતા પહેલાં જોશો કે દુકાનની અંદર વધારે ભીડ તો નથી ને. હંમેશાં એવી જ દુકાન પસંદ કરો જ્યાં લોકોની અવર-જવર ઓછી હોય. દુકાનની બહાર માલ લેતી વખતે અન્ય ગ્રાહકો અને દુકાનદારો થી સોશિયલ ડિસ્ટન્સ નિયમોનું ખુબ જ પાલન કરો.
માસ્ક અને સ્વચ્છતા
તમે કોઈ પણ માં સ્ટોરમાં વસ્તુ લેવા માટે જાઓ છો તો તેની પહેલા ખાતરી કરો કે દુકાનદારે મોઢા પર માસ્ક પહેર્યું છે. આ ઉપરાંત, દુકાનદારના હાથમાં મોજા પણ ફરજીયાત હોવા જોઈએ. અને દુકાન પર સ્વચ્છતા નું કેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેની ખાસ કાળજી લો.
સેનિટાઈઝેશન
તમે બજારમાં જતા સમયે તમારી સાથે હાથની સેનિટાઇઝરની બોટલ પણ લો. જ્યારે પણ તમે બિલ ચૂકવા માટે પૈસા અથવા કોઈપણ સેલ્સમેન ને તમારા સાથનો સ્પર્શ થાય, તો પછી હાથને સેનિટાઇઝર થી શુદ્ધ કરી લો. આ ઉપરાંત તમે બજારમાં હોવ ત્યારે ઓછામાં ઓછા તમારા નાક, આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
ઘરે આવીને સફાઈ
તમે માલસામાન સાથે ઘરે આવશો .ત્યારે તમારા હાથને ફરીથી સ્વચ્છ કરો. જો ખાદ્ય વસ્તુ સંપૂર્ણ પેકેટમાં હોય તો તે પણ તેમે સેનિટાઇઝર થી સ્વચ્છ કરી શકો છો. શાકભાજી, ફળો જેવી અન્ય ચીજો ગરમ પાણીથી ધોઈ લો. કાચી શાકભાજી અને સલાડ ખાવાનું ટાળો.
જો તમે આ બધા નિયમોનું પાલન કરો છો. તો કોરોના તમારા ઘરમાં સ્થાન બનાવી શકશે નહીં અને તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે. એક અગત્યની વાત ધ્યાનમાં રાખો કે કોરોના વાયરસ બાહ્ય સપાટી પર 24 કલાકથી 1 અઠવાડિયા સુધી જીવી શકે છે. તેથી, જો તમે વસ્તુ લાવ્યા પછી તેને ધોઈ શકતા નથી. તો તમે તેને એક અઠવાડિયા માટે અલગ જગ્યા પર મૂકી દો . જો તમે માલ-સમાન થેલીમાં લાવીયા હોઈ તો થેલીને પણ સારી રીતે ધોઈ લો.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર.. તમે આ નિયમોનું પાલન કરશો...તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂર જણાવજો......જય હિન્દ
0 Comments