4 જુલાઈ ના રોજ મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસમા ધોરણ નું પરિણામ જાહેર કર્યું હતું.
તમને જાણવી દઈએ કે આ વખતે 15 વિદ્યાર્થીઓ ટોપ લિસ્ટ માં સામેલ થયા છે.આ લિસ્ટ માં 300 માંથી 300 માર્કસ લાવનાર એક ટોપર્સ પણ છે. આ લિસ્ટ માં એક રોશની ભદૌરીયા પણ સામેલ છે. જે ભીંડ જિલ્લાની 15 વર્ષ નીવિદ્યાર્થીની છે. તેણે ખુબ જ મહેનત કરી 10 માં ધોરણમાં 98.5% ગુણ મેળવ્યા છે. આ મેરિટ લિસ્ટમાં આઠમા ક્રમ પર આવે છે.
આ છોકરીએ સખત મહેનત કરી સફળતા મેળવી છે. તમને જણાવી દઈએ કે તે દરરોજ 12 કિલોમીટર રફ રસ્તા પર સાયકલ ચલાવી ને ઘરથી સ્કૂલે પહોંચે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ત્રણે ઋતુમાં શાળાએ જવાનું ચૂકતી નહિ. તેનું નામ ટોપ લિસ્ટ માં જાહેર થતા આજે તેણે એક ઇતિહાસ રચ્યો છે.
તેમના પિતા વ્યવસાયિક ખેડૂત છે. તે ભિંડ જિલ્લાના અજનોલ ગામ ની રહેવાસી છે. તેની દીકરીએ સફળતા મેળવી ખબર પડતા તેના પિતા ભાવુક થઈ ગયો હતો.
તેમના પિતાએ કહ્યું હતું કે, તેમની દીકરીએ પરિવાર સાથે સાથે જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. તેના પિતાએ કહ્યું હતું કે અમારો વિસ્તાર ખુબ જ ખરાબ છે. અહીં કોઈ પણ સુવિધા મળતી નથી તો પણ તેને હિમ્મત હાર્યા વિના સખત મહેનત કરી. આજે તેની મહેનત રંગ લાવી.
રોશની સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે ચોમાસામાં ગામના શેરીઓમાં ખુબ પાણી ભરાઈ જાય છે. તેના કારણે તે ઘરે આવી શકતી ન હતી. તે તેના સગાના ઘરે રોકાઈ જતી હતી પણ શાળાએ જવાનું ક્યારેય બંધ કર્યું નહીં.
રોશની એ કહ્યું હતું કે તેનું સ્વપ્ન મોટી થઈને દેશની સેવા કરવાનું છે. તે આઈએએસ અધિકારી બનવા માંગે છે. જેના કારણે તે સમાજમાં પરિવર્તન લાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે ગણિતમાં તેણે 100 માંથી 100 ગુણ મેળવ્યા છે.
તેમને પિતાએ જણાવ્યું હતું કે મારા બધા બાળકો હોશિયાર છે. પરંતુ મારી પરિસ્થિતિ ખરાબ છે. તેથી તેને હું મોંઘા અભ્યાસ કરાવી શકતો નથી. હું રાજ્ય સરકારને મદદ માટે અનુરોધ કરવા માંગુ છું. તેના ગામના લોકોએ તેને લાડુ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વખતે કુલ 560474 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તેનું પરિણામ 62.84% આવ્યું છે. આમાંથી 15 વિદ્યાર્થીઓ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને સૌથી વધારે ગુણા લાવવામાં 5 વિદ્યાર્થીઓ છે.
0 Comments