સફળતા મેળવવા માટે ખુબ જ મહેનત અને હિંમત હોવી જોઈએ. જો વ્યક્તિ ધારે તો તે મુશ્કેલ થી પણ મુશ્કેલ કાર્ય સફળ રીતે પૂર્ણ કરી શકે છે. આજકાલ યુવાનો યુપીએસસી ની પરીક્ષા પાસ કર્યા પછી આઈએએસ અધિકારી બનવા માંગે છે.
પરંતુ યુપીએસસી ની પરીક્ષા ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. તેની તૈયારીલાખો વિધાર્થી કરે છે. પરંતુ ઘણા લોકો સખત મહેનત કરીને પણ આ પરીક્ષા માં સફળ થતા નથી.
આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવી રહ્યા છીએ. જેને ટ્યુશન વિના બીજા પ્રયત્ન માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. અહીં પહોંચવાની તેની યાત્રા ખુબ જ મુશ્કેલી ભરેલી હતી.
પરંતુ તેમની હિંમત તૂટવા નથી દીધી અને સખત મહેનત કરી આખતે ખેડૂત ની પુત્રી એ યુપીએસસીની પરીક્ષા પાસ કરી.
આ છોકરીનું નામ એનિસ કનમની જોય છે. તમને જણાવીએ તે કેરળ ના એક ખુબ જ નાનકડા ગામ પીરવોમની છે. તે ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેની માતા આખો દિવસ મજૂરી કામ કરે છે અને પિતા વ્યવસાયિક ખેડૂત છે.
તેના પરિવાર ની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. તમને જણાવી દઈએ કે એનિસ કનમની જોય ના ભણતર માટે પુસ્તકો ખરીદવાના પૈસા પણ નહોતા.
પરંતુ તેમને તેમના જીવનમાં દરેક અવરોધો નો સામનો કર્યો હતો અને યુપીએસસી ની પરીક્ષા પાસ કરવા સખત મહેનત કરી હતી. અંતે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તે દરેક માટે એક ઉદાહરણ બની છે.
દરેક બાળક ને બાળપણ થી જ એક સ્વપ્ન હોઈ છે. કે મોટા થઇ ને તે કંઈક બનવા માંગે છે. એજ રીતે એનિસ કનમની જોય ને પણ. બાળપણ થી ડૉક્ટર બનવા માંગતી હતી અને તે બાળપંણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતી.
તેને ધોરણ 10 ગામમાંથી અને 12 મુ ધોરણ એર્નાકુલમ જિલ્લામાંથી પૂર્ણ કર્યું હતું. ત્યાર પછી તેને એમબીબીએસ માટેની સંપૂર્ણ તૈયારી શરુ કરી. પરંતુ લાખો પ્રયત્ન છતાં તે સફળ થઇ નહિ. ત્યાર પછી તેને પાછળ થી બી.એસસી નર્સિંગનો કોર્સ કર્યો અને નર્સ બની, પરંતુ તે તેની નોકરી થી ખુશ ન હતી.
એકવાર તે જયારે ટ્રેન માં મુસાફરી કરી રહી હતી. ત્યારે તેને 3-4 લોકો ને યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા વિશે વાત કરતાં હતા, તેણીએ તેઓની વાતો કાળજીપૂર્વક સાંભળી.
ત્યારથી તેણે નિર્ણય લીધો કે તે યુપીએસસીની પરીક્ષા આપશે અને તેણે તેની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
અનીસ કનમની જોય ના મનમાં એક સવાલ હતો. કે તેને યુપીએસસી ની પરીક્ષા આપવાનું તો નક્કી કર્યું. પરંતુ તેની આર્થિક પરિસ્થતિ એવી ન હતી કે તે સ્પર્ધાત્મક સામયિકો અને પુસ્તકો ખરીદી શકે.
પરંતુ તેને હાર માની નહિ અને અખબારો નો સહારો લેવાનું તેણે નક્કી કર્યું. તે કલાકો સુધી અખબારો વાંચતી હતી અને તેમાંથી માહિતી ભેગી કરતી રહી.
તેણે યુપીએસસી ની પરીક્ષા માટે સખત મહેનત કરી. પરંતુ તે પ્રથમ પ્રયાશ માં નિષ્ફ્ળ થઇ હતી અને તે પ્રથમ પરીક્ષામાં માં તેને 580 માં ક્રમે પહોંચી હતી. પરંતુ તેને પ્રયત્નો ચાલુ રાખ્યા અને જોરદાર તૈયારી શરુ કરી અને બીજી વાર 65 માં ક્રમ પ્રાપ્ત કરી ને સફળતા હાંસલ કરી હતી.
0 Comments