• હાલમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારત માં બનેલી પહેલી આપણા દેશની સોશ્યિલ મીડિયા એપ્લિકેશન શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, આ એપનું નામ ઇલિમેન્ટ્સ છે.
  • આ ઉપરાંત, એપ્લિકેશન શરૂ કરવાના સમયે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લોકોને આત્મનિર્ભર ભારત માં જોડામાં માટે અપીલ કરી છે. ભારત સરકારે થોડા દિવસ પહેલા 59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે.
  • હવે ભારત સરકાર સ્વદેશી સોશ્યિલ મીડિયા એપ્લિકેશન્સના વિકાસને પ્રોત્સહન આપવા માંગે છે. જેથી દેશ ની સુરક્ષા માં કોઈ ગડબડ ના થઇ અને યુઝર નો ડેટા લીક ન થાય.
  • ઉપ રાષ્ટ્પતિ એ કહ્યું કે 1000 થી વધારે આઇટી પ્રોફેશનલ અને શ્રી શ્રી રવિશંકર મહારાજ ના આર્ટ ઓફ લિવિંગ ના સ્વંયસેવકો દ્વારા ઇલિમેન્ટ્સ એપ્સ વિકસિત કરવામાં આવી છે.
  • ઇલિમેન્ટ્સ એપ્લિકેશન 8 થી વધારે ભારતીય ભાષાઓમાં હાલમાં ઉપલબ્ધ છે અને તે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી વિશ્વમાં ગમે ત્યાં ડાઉનલોડ કરી શકાય છે.
  • આ એપ ને લોન્ચ કર્યા પહેલા એને ઘણા લોકો પાસે ટેસ્ટ કરવામાં આવી હતી. આ એપમાં 5 લાખ થી વધારે ડાઉનલોડ છે. લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે આ એપ્લિકેશન ને.
  • ઇલિમેન્ટ્સ એપ્લિકેશનમાં ખાનગી ચેટ, ઓડીઓ-વિડીયો કોન્ફ્રન્સ, કોલ કરવાની અને આ એપ્સ દ્વારા પૈસા ચુકવણી ની પણ સુવિધા આપવામાં આવી છે.
  • આ એપ્લિકેશન ની મદદથી દુનિયા માં ગમે ત્યાં ના લોકો સાથે કનેક્ટ થઇ શકાય છે અને પ્રોડક્ટ પણ ખરીદી શકાય છે અને પબ્લિક પ્રોફાઇલ્સ પણ જોઈ શકાય છે.
  • જેને વપરાશ કરવા વાળા ફોલ્લો અને સબસ્ક્રાઇબ પણ કરી શકાશે. આગળ જતા આમ લોકલ વોઇસ કમાન્ડ ની સુવિધા પણ આપવામાં આવશે.
  • ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ પછી ભારત સરકાર હવે સ્વદેશી એપ્લિકેશન ને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે ભારતીય કંપની ને સ્વદેશી એપ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે.
  • મળતી માહિતી મુજબ, શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા સ્વાવલંબન ઇનોવેશન ચેલેન્જ ની શરૂવાત કરી છે. જેનો હેતુ ભારત માં બનેલી એપ્સ ને પ્રોત્સાહન આપવાનું છે.
  • આ યોજના ની અંતર્ગત સરકારે એપ્લિકેશન વિકસિત કરનારાઓને 20 લાખ રૂપિયા સુધીના ઇનામની જાહેરાત કરી છે. આ એક ખુબ જ સારો વિચાર છે.