બચ્ચન પરિવાર ઉપરાંત ઘણા બોલીવુડ જગતના લોકો કોરોના સંકમિત થયા છે. હાલમાં જ અનુપમ ખેરના પરિવાર પણ કોરોના સંકમિત થયો છે. અનુપમ ખેરના ઘરે તેની માતા, તેના ભાઈ અને ભાભી પણ સંકમિત થયા છે.
હાલમાં દિવસે ને દિવસે કોરોના નું પ્રમાણ વધતું જાય છે. આવા સમયમાં બોલીવુડ જગતના ઘણા સ્ટાર પોતાની સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખે છે અને ઇમ્યુનીટી પાવર વધારવા માટે પગલા લઈ રહ્યા છે. આ પોસ્ટની માધ્યમથી તમને જણાવીશું કે કયો સ્ટાર તેની ઇમ્યુનીટી કઈ રીતે વધારી રહ્યો છે.
લોકડાઉન પછી અનુષ્કા શર્મા પોતાના ઘરે જ રહે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે ઇમ્યુનીટી વધારવા માટે શરીર ને ક્ષારયુક્ત રાખે છે. તેને જણાવ્યું હતું કે તે સવારે હળદર, કાળા મરી અને આદુની ચા પીવે છે.
કરીના કપૂરે જણાવ્યું હતું કે ઇમ્યુનીટી વધારવા માટે તે પાલક અને દૂધનો સૂપ પીવે છે. આ બંનેમાં પ્રોટીન અને ઓક્સિડેન્ટ પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ જેવા તત્વો પણ હોય છે. જે આપણી સ્વસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.
અક્ષય કુમાર બોલિવૂડમાં સૌથી ફીટ એક્ટર્સમાં નો એક છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જણાવ્યું હતું કે હું શાકાહારી ખોરાક જ ખાવ છું. આ ઉપરાંત સવારે તે મોટે ભાગે બેરી અથવા એવોકાડો સાથે ટોસ્ટ ખાય છે. અક્ષય કુમાર કહ્યું હતું કે 6.30 થી 7 વાગ્યાની વચ્ચે તે ડિનર લઈ લે છે.
શિલ્પા શેટ્ટીએ તેના ચાહકોને સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે કેવી રીતે ફિટ રહેવું. લોકડાઉનમાં તેને ઘણી માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. શિલ્પા શાકભાજી ઘરે જ ઉગાડે છે. અને તે જ ખાય છે.
રકુલ પ્રીતસિંહે ઇમ્યુનીટી વધારવા જણાવ્યા હતું કે કાળા મરી, હળદર, આદુ, દાળ, લવિંગ અને અડધો લિટર પાણીમાં મધ મિક્સ કરી ઉકાળો દરરોજ પીવે છે.
સોનુ સૂદ લોકડાઉન માં લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ રહેતો હતો. તેને કામદારોને બસ, ટ્રેન અને વિમાન દ્વારા તેમના ઘરે પોંહચાડયાં હતા. આ સમય માં સોનુ સૂદે તેમના સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી લે છે.
તેણે જણાવ્યું હતું કે ઇમ્યુનીટી વધારવા માટે તે ખોરાકમાં વિટામિન સી ના પ્રમાણમાં વધારો કર્યો છે. વિટામિન સી વધારે હોય તે ખોરાક વધારે લે છે.
0 Comments