વિશ્વમાં કોરોના વાઇરસના કેસ માં વધારો થઈ રહ્યો છે. હાલમાં વિશ્વની અંદર કોરોના સંક્રમિતોની સંખ્યા 1.39 કરોડ ને પાર ગઈ છે. અને આપણે મૃતકોની સંખ્યા ની વાત કરીયે તો 5.93 લાખ ને પાર ગઈ છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રાઝિલ સૌથી વધુ આ વાઇરસ નો શિકાર થયું છે. તમને જણાવી દઈએ કે હાલમાં યુ.એસ. ની અંદર એક જ દિવસમાં 77 હજાર વધુ લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે. અને આ વાઇરસના કારણે એક દિવસ માં 969 લોકોનાં મોત થયા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બ્રાઝિલમાં દરરોજ 1000 થી વધુ લોકોના મૃત્યુ આ વાઇરસના લીધે થયા છે. હાલમાં બ્રાઝિલના અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં શબપેટીઓની અછત જોવા મળી રહી છે.
યુ.એસ. માં એક જ દિવસમાં 77000 નવા કેસ નોંધાયા છે. એક જ દિવસમાં વધતા કેસમાં યુ.એસ.એ પોતાનો આજે નવો રોકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે 10 જુલાઈના રોજ અહીં 68000 કેસ નોંધાયા હતા. યુ.એસ. માં ન્યુ યોર્ક સિટી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ન્યુ યોર્ક માં 431380 લોકો સંક્રમિત થયા છે.
ટેક્સાસ અને એરિઝોના વિસ્તારમાં દફનાવની જગ્યા ઓછી પડતી હોવાના કારણે તેને બીજે મોકલવામાં આવી રહ્યા છે. બીજી બાજુ બ્રાઝિલના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.
તેના કારણે બ્રાઝિલમાં ઘણા સ્થળોએ શબપેટીઓની અછત વર્તાય રહી છે. એમેઝોન વરસાદના જંગલોમાં નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ પડી રહ્યું છે. દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે. અને 76000 થી વધુ લોકોનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ, અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ તપાસ થઈ રહી છે.
હાલમાં વ્હાઇટ હાઉસના આંકડા મુજબ, યુ.એસ. પછી ભારતે કોરોના વાયરસના ચેપ લોકોની વધુ તપાસ કરી છે.
હાલમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જણાવ્યું હતું કે અમે કોરોના વાયરસનું પરીક્ષણ કરવા માટે 4.2 કરોડ થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે. આ પછી ભારતે 1.2 કરોડ થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે. તપાસની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકા પછી ભારતનો નંબર આવે છે.
અમેરિકામાં ભારતના રાજદૂત તરનજિત સિંઘ સંધુએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા બંને સાથે મળી ને કોરોના વાઇરસની રસી વિકસાવી રહ્યા છે. આ ઉપરાંત તેને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે આરોગ્ય અને તકનીકી ક્ષેત્રેની ભાગીદારીથી આખી દુનિયાને તેનો ફાયદો થશે.
0 Comments