• ટીવી જગતમાં નાના પડદાથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી મોહિના કુમારી સિંહના ઘરે શોકનું વાતાવરણ સર્જાયું છે. હાલમાં તેની દાદીનું અવસાન થયું. મોહિના કુમારી સિંહ તેની દાદીની ખુબ જ લાડકી હતી.
  • હાલમાં મોહિના કુમારીએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર તેના અવસાનની માહિતી આપી છે. મોહિના કુમારી સિંહે એક વીડિયો શેર કરીને તેની દાદીને યાદ કરી રહી હતી.
  • મોહિના કુમારીએ હાલમાં તેની નાની સાથે નો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. આ વિડિઓ ની અંદર,તમને તેની દાદીના જીવનની કેટલીક વિશેષ ક્ષણો જોવા મળે છે.
  • આ વીડિયો ની અંદર તમે મોહિના કુમારીને તેની દાદી સાથે હસતી, ખેલતી અને ખુશ ક્ષણો વિતાવતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરી ને મોહિના એ તેની દાદી માટે ભવનાત્મક શબ્દો પણ લખ્યા હતા.
  • અભિનેત્રીએ લખ્યું હતું કે હું તમને ખુબ જ યાદ કરી રહી છું. પેલા જેવું બધું નહીં થાય. મોહિના કુમારી ના ચાહકો અને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ તેમની ટ્વિટ પર પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. 
  • આ અભિનેત્રી ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં અને એ રિશ્તા ક્યાં કેહલતા હે માં જોવા મળી હતી. આ અભિનેત્રી થોડા દિવસો થી ખુબ જ મુશ્કેલી માંથી સમય પસાર કરી રહી છે.
  • મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે મોહિના કુમારી સિંહ અને તેના આખો પરિવાર કોરોના વાયરસનો શિકાર બન્યો હતો. તેના કારણે આખો પરિવાર લગભગ 10 દિવસ માટે હોસ્પિટલમાં હતો અને સારવાર લઈ રહ્યો હતો.
  • ત્યાર પછી આખો પરિવાર હોમ આઇસોલેશન માં સારવાર કરાવી રહ્યો હતો. હાલમાં તેનો આખો પરિવાર સ્વસ્થ થઈ ગયો છે.
  • હાલમાં મોહિના કુમારી સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેને જણાવ્યું હતું કે, અમે લોકો પેહલા પોસ્ટીવ આવ્યા અને હવે અમે નેગેટિવ આવ્યા. પણ અમારા દાદુ એટલા પણ ખરાબ નહીં.
  • તમે લોકો ઉકાળો પીવો નિયમિત. ઘરે બનાવેલો ખોરાક ખાવ, ફળો, શાકભાજી અને કઠોળ ખાવાનું રાખો, દરરોજ તમે વિટામિન-સીની ગોળી લો. એસી માં નહીં સુવાનું, હંમેશા ગરમ પાણી પીવો. તમારું હાર્ટબીટ નિયમિત તપાસ કરાવતા રહો. અમારા બધા તરફથી તમને ખુબ પ્રેમ.