હાલમાં બ્રિટન ના વૈજ્ઞાનિકો ને કોરોના વાયરસની રસી બનાવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત, અમેરિકામાં ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવામાં આવેલી કોરોના રસીના માનવ પર ટ્રાયલ ના સારા પરિણામો આવ્યા છે.
કોરોના વાયરસની આ રસી માનવ શરીર માટે સલામત સાબિત થઈ છે. માનવીય પરીક્ષણો દરમિયાન, આ રસી કોરોના વાયરસ સામે લડવા માટે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી રહી છે.
હાલમાં આ રોગચાળા દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં આ રસી ઉત્પાદનની એક મહત્વની કડી માનવામાં આવે છે. આપણે જાણીએ આના વિશે વધારે.
મળતી માહિતી મુજબ, આ રસીના માનવ પરીક્ષણમાં 1077 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રસી અપાયેલા લોકોમાં કોરોના વાયરસ સામે લડે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ હ્યુમન ટ્રાયલનાં પરિણામોથી ખુબ જ ખુશ છે.
તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ મોટા પાયે માનવ પરીક્ષણ કરીને રસીની અસરકારકતાની પુષ્ટિ કરશે. બીબીસીના જણાવ્યા પ્રમાણે, અમેરિકાની સરકારે આ રસીના 100 કરોડ ડોઝ બનાવવાનો ઓર્ડર પહેલેથી જ આપી દીધો હતો.
આ કોરોના ની રસી ખૂબ જ ઝડપથી બનાવામાં આવી છે. આ રસી જિનેટિકલ એન્જીનિયર ના લોકોની મદદથી બનાવામાં આવી છે. આ વાયરસ ના કારણે ચિમ્પાન્જીસમાં સામાન્ય શરદી હોય છે. આ રસી જિનેટિકલ બદલાવ લાવી ને બનાવામાં આવી છે.
આ પ્રક્રિયાને વૈજ્ઞાનિકો ની ભાષામાં વાયરલ વેક્ટર પણ કહેવામાં આવે છે. આ રસી આવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે લોકોને ચેપ લગાવી શકે નહીં અને કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા ઉભી કરી શકે.
આ રસી સંપૂર્ણપણે સલામત છે આ રસી ની થોડી આડઅસર પણ જોવા મળી છે. પરંતુ તે હાનિકારક નથી. આ રસી માનવ લેતા 70 ટકા લોકોમાં તાવ અને માથાનો દુખાવો જોવા મળ્યો હતો.
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, પેરાસીટામોલ જેવી સામાન્ય દવાઓ ની મદદથી આ સમસ્યાઓ ખુબ જ ઝડપથી દૂર કરી શકાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યા મુજબ, આ રસી કોરોના વાયરસ સામે લડી શકે છે. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે આની પુષ્ટિ કરતા પહેલા હજી વધુ સંશોધન કરવાનું બાકી છે. પણ આ રસી ના હાલના પરિણામો ખુબ જ સારા રહ્યા હતા.
આ રસી 18 થી 55 વર્ષની વયના લોકોમાં બમણી રોગ પ્રતિકારક શકતી ઉત્પન્ન કરે છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિણામો ફાઇનલ નથી અને હજી પણ પરીક્ષણો ચાલુ છે. પરીક્ષણના આગલા ના તબક્કા પછી રસીને મંજૂરી આપવામાં આવશે.
ડો.હિલ ના જણાવ્યા અનુસાર, અમેરિકા ખુબ જ જલ્દી મોટા પાયે ટ્રાયલ કરવાની છે. આ ટ્રાયલ માં 30000 લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેની અસરકારકતા નક્કી કરવા માટે મોટા પ્રમાણમાં રસીનું પરીક્ષણ ખબૂ જ જરૂરી છે.
તમને જણાવી દઈએ કે ઓક્સફોર્ડે આ રસી બનાવવા માટે ફાર્માસ્યુટિકલ ઉત્પાદક એસ્ટ્રાઝેનેકા સાથે મહત્વની ભાગીદારી કરી છે. વિશ્વની અગ્રણી રસી ઉત્પાદકોમાંની ભારત પણ આ રસી નું ઉત્પાદન કરશે. આ માહિતી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આપી હતી.
0 Comments