• કોરોના વાયરસ નો પ્રકોપ ઉભો રહેવાનું નામ નથી લઈ રહ્યું.આપણા દેશ માં આ રોગચાળો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આ વાયરસ સામાન્ય તાવ કરતા 3 ગણો ઝડપ થી માણસ માં ફેલાય છે. 
  • મળતી માહિતી મુજબ હાલમાં કોરોના વાયરસ ની રસી ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિ માં એને રોકવાનો એક જ માત્ર રસ્તો છે કે સામાજિક અંતર ની કાળજી રાખવી.આ ઉપરાંત તમારા હાથ ને વારંવાર સેનિટાઇઝર થી ધોઈ લો અને મોં પર હંમેશા માસ્ક લગાવો ઘર થી બહાર નિકળતા પહેલા.
  • સરકાર અને આરોગ્ય મંત્રાલય દ્વારા લોકો માટે સાવધાની રાખવાની બાબતો જણાવવા માં આવી છે. પરંતુ અમુક લોકો દ્વારા તેનું પાલન ભાગ્યે જ કરવામાં આવી રહ્યું છે. 
  • આપણા દેશમાં કોરોના ને રોકવા માટે 25 માર્ચ થી લોકડાઉંન ચાલી રહ્યું હતું. આ પછી અનલૉક 1.0 હવે ચાલુ થઇ ગયું છે. તેથી મોટી સંખ્યા માં લોકો ઘર ની બહાર નીકળી રહ્યા છે. તેથી કોરોના ના દર્દી ની સંખ્યા માં વધારો થયો છે. 
  • મળતી માહતી મુજબ અત્યારે ભારત માં 3 લાખ 12 હજાર થી વધુ કોરોના ના દર્દીઓ ભારત માં છે. આમાંથી 8900 લોકો મુતર્યુ પામ્યા છે. તે જ સમયે આ ને હરાવી ને 1 લાખ 54 હજાર લોકો સાજા પણ થયા છે.
  • અત્યાર સુધી કોરોનામાં આ લક્ષણો હતા.
  • વ્યક્તિમાં અમુક લક્ષણો આધારે અંદાજ લગાવી શકાય છે કે કોરોના છે કે નહીં. હમણાં સુધી જો તાવ, કફ, થાક, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, માંસપેશીઓમાં દુખાવો, ઝાડા અને ગળામાં સોજો જેવા લક્ષણો જોવા મળે તો તેને કોરોના સંભાવના વધુ છે. 
  • કોરોના ના લક્ષણો ની સૂચિ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા જણાવ્યું હતું. આ લક્ષણો જો તમારા માં દેખાઈ તો તમારે તાત્કાલિક નજીકની કોવિડ -19 હોસ્પિટલમાં જવું પડશે. અહીં તમારી કોરોના ની તપાસ કરી જો તપાસ સકારાત્મક આવે તો ડોક્ટરો ની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવે છે.
  • આરોગ્ય મંત્રાલયે કોરોનાના વધુ 2 નવા લક્ષણોની જાણ કરી છે.
  • તાજેતર માં આરોગ્ય મંત્રાલય દ્વારા બે નવા લક્ષણો ઉમેરવામાં આવ્યા. જેમાં પ્રથમ લક્ષણ સૂંઘવાની ક્ષમતા માં ઘટાડો અને સ્વાદ ની ક્ષમતા માં ઘટાડો છે. જો આ બે નવા લક્ષણો જોશો તો તરત જ તમારે કોરોના નું પરીક્ષણ કરાવવું જોઈએ. 
  • અહીં જણાવી એ કે છેલ્લા 10 દિવસની અંદર ભારતમાં લગભગ 1 લાખ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 11458 કેસ નોંધાયા છે. અને 386 લોકો ના મોત પણ થયા છે. 
  • આવા સંજોગો માં આપણે સજાગ રહેવું જોઈએ અને પોતાનું ધ્યાન રાખવું જોઈએ. કોરોના થી બચવા માટે સરકારે બનાવેલા અગત્યના નિયમોનું પાલન કરવું જોઈએ.