વિશ્વ હાલમાં ચાલી રહેલી કોરોના ની મહામારીને કારણે પાયમાલી થઈ ગયું છે. મળતી માહિતી મુજબ હાલમાં ભારતમાં કોરોના કેસ દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કોરોનાના કેસોમાં વધારો થતા સરકાર અને વહીવટી અધિકારીઓની રણનીતિનો કારણે કોરોના ના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. આજે એવા જ અધિકારી વિશે તમને માહિતી આપવા જય રહ્યા છીએ જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
હાલમાં ચાલી રહેલી મહામારીમાં યુપીના શ્રેષ્ઠ અને ઝડપી આઇપીએસ અધિકારી આશિષ તિવારી ના ખુબ જ સરસ કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે.
આશિષ તિવારી મધ્યપ્રદેશ ના રહેવાસી છે. તેમના પિતા કૈલાશ નારાયણ તિવારી રેલ્વે સેક્શન એન્જિનિયર માં કામ કરે છે. આશિષ તિવારી એ કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું અને કાનપુર માં એમટેક પૂર્ણ કર્યું હતું.
એમટેક પૂર્ણ કર્યા બાદ કેમ્પસ ઇન્ટરવ્યૂ માં લંડનની એક કંપનીમાં જોબ મળી ગઈ. ત્યાં તેણે એક વર્ષ કામ કર્યું. ત્યાર બાદ જાપાનમાં એક બેન્કમાં દોઢ વર્ષ નોકરી કરી. આ બેંક ની નોકરી માં તેને વાર્ષિક 10 કરોડ નું પેકેજ મળતું હતું.
તું ખુબ જ હોશિયાર હોવાના કારણે તેની પસંદગી ઉચ્ચ બેન્કના અધીકારીઓ માં થઈ હતી. પરંતુ પોતાના મનમાં દેશની સેવા કરવાની લાગણી હતી.
થોડા સમય બાદ તેઓ પોતાની નોકરી છોડી વતન પાછા ફર્યા. તેણે લોકોની સેવા કરવાનું વિચારી લીધું. 2012 માં તેની પસંદગી આઈપીએસમાં થઈ.
હાલમાં આશિષ અયોધ્યાની અંદર એસએસપી ની ફરજ બજાવે છે. ત્યાં લગભગ એક વર્ષથી પોસ્ટ બાદ અયોધ્યા વિવાદના નિર્ણય આવ્યો. બધાની નજર અયોધ્યા પર હતી તે દરમિયાન એસએસપી આશિષ તિવારીની સમજથી અયોધ્યામાં ખુબ જ સંપૂર્ણ શાંતિ જોવા મળી હતી. પ્રજાસત્તાક દિન દરમિયાન તેને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં લોકોની મદદ માટે એક અગત્યની ટિમ બનાવી છે. ટિમ ના લોકો જરૂરિયાતમંદ લોકોને એક ફોન કરતા જ સહાય માટે જાય છે. અને તેને જરૂરી મદદ પુરી પાડે છે.
આ ટિમ લોકોને મદદ કરવા માટે રાત-દિવસ સતત કામ કરી રહી છે. આ ઉપરાંત ઘર ની ચીજવસ્તુઓ તથા કરીયાણું ફોને કરતા જ પૂરું પાડે છે. લોકોની મદદ કરવા માટે 800 પોલીસકર્મીઓ, 450 પીઆરવી પોલીસ અને 45 ચાર રસ્તાઓ પર 4 વ્હીલર વાહનો સેવા પુરી પાડે છે. ધન્ય છે આવા પોલીસકર્મીને.
0 Comments