હવે તમે ઘરે જ તમારી મનપસંદ ચોકલેટ બનાવી શકો છો. બદામ, કાજુ, નાળિયેર અથવા તમને જે પસંદ હોય તે ચોકલેટ તે ઘરે આસાની થી બનાવી શકો છો.
ફક્ત 10 મિનિટ થી ઓછા સમય માં ચોકલેટ બનાવી શકો છો. માત્ર તેને ઠંડુ કરવા માટે થોડોક સમય તેને ફ્રીઝ માં રાખવું પડે છે. તો ચાલો જાણીએ ચોકલેટ બનાવવાની સરળ રીત
સામગ્રી
નાળિયેર નું તેલ / કોકો માખણ: 3/4 કપ
સુગર પાવડર: 1 કપ
કોકો પાવડર: 3/4 કપ
દૂધ પાવડર: 1/3 કપ
વેનીલા સાર: 1 ચમચી
બનાવવાની રીત
સૌથી પહેલા, એક મોટા વાસણ માં પાણી ગરમ કરવા મુકો.
પાણી ગરમ થઈ ગયા પછી તેના પર એક મોટા બાઉલ રાખી તેમાં નાળિયેર તેલ નાખો.
પછી તેમાં ખાંડ નાખો.
ત્યાર પછી તેમાં કોકો પાઉડર અને મિલ્ક પાવડર નાખો.
અને પછી તેમાં વેનીલા નો સાર નાખો.
પછી તેને સારી રીતે હલાવી ને બધા મિશ્રણ ને ભેળવી દો.
સારી રીતે ભેળવ્યા પછી તે સરળ અને રેશમ જેવું બની જશે.
પછી તમને જે આકાર પસંદ હોઈ તેના સિલિકોન મોલ્ડ માં મિશ્રણ ભરો.
પછી તેને થોડુંક હલાવી નાખો એટલે તેમાં રહેલો ગેસ નીકળી જાય.
પછી ઠંડુ થઇ ત્યાં સુધી ફ્રીઝ માં મૂકી દો (2 કલાક સુધી).
ત્યારબાદ તેને ફ્રીઝ માંથી બહાર કાઢી એક થાળીમાં નાંખો અને તેના પર થોડું સુગર પાવડર નાખી તેને સજાવી દો.
તમારી ચોકલેટ સંપૂર્ણ પણે તૈયાર છે.
અગત્યની સૂચન
જો તમારી પાસે નાળિયેર તેલ નથી. તો તમે કોકો બટર પણ વાપરી શકો છો.
મિશ્રણ બનાવવા માટે મોટા બાઉલનો ઉપયોગ કરો. પાણી બધા મિશ્રણ હેઠળ જવું જોઈએ નહીં.
ઘાટમાંથી ચોકલેટ દૂર કરો.
આ ચોકલેટ તમે તમારા ઘર ની નાની પાર્ટી અથવા જન્મદિવસની વર્ષગાંઠ જેવા દિવસો માં બનાવી શકો છો.
0 Comments