• હાલમાં ચાલી રહેલા વાઇરસ સામે લડતી દુનિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. દુનિયા ના બધા જ દેશો કોરોના રસીની શોધ માટે સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.
  • આ બધાની વચ્ચે, અમેરિકન સંશોથન કરતા એ કહ્યું હતું કે ઇબોલા નામના રોગ ને નાબૂદ કરવા માટે રચાયેલ દવા કોરોના વાયરસના દર્દીઓ પર અદભુત અસર થઇ રહી છે. અમેરિકા આ જાહેરાત કર્યા બાદ આખી દુનિયા માં કોરોના ને જલ્દી પરાજિત કરવાની આશા વધારી દીધી છે.
  • અમેરિકન રાષ્ટ્પતિ ના એક અગત્યના સલાહકાર ડૉક્ટર એન્થોની એ જણાવ્યું કે રીમેડિસીવર દવાઓની અસર મરીજ પર હકારાત્મક જણાઈ છે.
  • મળતી માહિતી મુજબ ડૉક્ટર એન્થોની એ કહ્યું હતું કે અમેરિકન, યુરોપ અને એશિયા માં 68 જગ્યા એ 1068 લોકો પર એની ટ્રાયલ કરવામાં આવી હતી. આ ટ્રાયલ પરથી જાણવા મળ્યું કે ઇબોલા રોગ ની દવા કોરોના વાયરસ ને રોકી શકવામાં સફળ છે.
  • નોંધનીય બાબત છે કે આની પહેલા રીમેડિસીવર દવા ઇબોલા ટ્રાયલ દરમ્યાન નિષ્ફળ ગઈ હતી. એટલું જ નહિ ડબ્લ્યુએસઓ અધ્યન પછી જણાવ્યું હતું કે ઇબોલા દવા લિમિટેડ અસર જ મરીજ પડે છે.
  • બીજી બાજુ ડબ્લ્યુએચઓનાં વરિષ્ઠ અધિકારી માઇકલ રાયને દવા રેમેડિસવીર અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

ઇબોલો એક દવા તરીકે વિકસાવવામાં આવી હતી.
  • રેમડેસિવીર નામની દવા એબોલો ના મરીજ ને અપાઈ છે. પરંતુ અમેરિકા ના વોશિંગ્ટન માં 1 મહિલા એ તેના અનુભવ શેર કરતા કહ્યું કે તેના પતિ રીમડેસિવીરની દવા ની સારવાર થી કોરોના મુકત થયા છે.

આ બધું જોયા પછી ટ્રમ્પ કહ્યું હતું કે, રેમેડિસિવિર દવામાં સંભાવના દેખાઈ રહી છે.
  • અમેરિકન રાષ્ટ્પતિ ટ્રમ્પે ઘોષણા કરી કે રેમેડિસિવિર માં કોરોના ને સમાપ્ત કરવાની સંભાવના દેખાઈ છે. અમેરિકાના શિકાગો શહેર માં ગંભીર રીતે બીમાર 125 લોકો ને રેમેડિસિવિર દવા આપવામાં આવી હતી. એમાંથી 123 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે.
ચીને પેટન્ટ માટે અરજી કરી હતી.
  • લીક થયેલા દસ્તાવેજો પરથી સાબિત થઈ રહ્યું છે કે અધિકારીઓ જાણતા હતા કે આ એક મહામારી છે. પરંતુ લોકોને ચેતવણી આપવામાં 6 જેટલા દિવસ લગાવી દીધા હતા.
  • એટલું જ નહિ પરંતુ ઇબોલા ની દવા રીમડેસિવીરને ને પેટન્ટ કરવા મારે 21 જાન્યુઆરી અરજી આપી હતી. 

દુનિયામાં 2.28 લાખ થી પણ વધારે મોત થયા છે.
  • કોરોના ના લીધે વિશ્વ ની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. દુનિયા ની અંદર 210 દેશો માં કોરોના તબાહી મચાવી છે. આખી દુનિયામાં કોરોના ના મરીજ 32 લાખ થી પણ વધારે છે. જયારે 2.5 લાખ ની પણ વધારે મરણ થયા છે. અને સારી વાત છે કે 10 લાખ કરતા પણ વધારે દર્દી સજા થઇ ગયા છે.

અમેરિકાની કફોડી હાલત
  • મળતી માહિતી મુજબ, અમેરિકા માં કોરોના સંક્રમિત મરીજ ની સંખ્યા 10.5 લાખ ને પાર પહોંચી ગઈ છે. જયારે અત્યાર સુધી માં 61 હજાર થી વધારે ના આના કારણે મૃત્યુ થયા છે.