- બ્રિટેન માં એક રહસ્યમય બીમારી બાળકો માં ખુબ જ ઝડપથી વધી રહી છે. તેના લીધે અત્યાર સુધીમાં 25 થી 30 બાળકોમાં આ બીમારી ના લક્ષણો જોવા મળી રહ્યા છે
- સૌથી વધારે કેસો લંડનમાં છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવાના વરિષ્ઠ સલાહકારે કહ્યું હતું કે આ સંખ્યા પ્રમાણમાં ઓછી છે.પરંતુ આ બીમારીના કેસો ઝડપ થી વધારો જોવા મળી રહ્યો છે.
- હકીકતમાં બ્રિટેન માં કોરોનોવાયરસ માટે પોઝિટિવ પરીક્ષણ કરનારા બાળકોની વધતી સંખ્યા વિશે બ્રિટેનના ડોકટરોને એક ચેતવણી આપવામાં આવી છે. આખા દેશ માં આપવામાં આવેલી તબીબી ચેતવણીએ બ્રિટેનમાં બાળકોમાં વધતા જતા કોરોનોવાયરસ સંક્રમણ ની ચિંતા વ્યક્ત કરી.
- ઇંગ્લેન્ડ ની પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર સોસાયટીએ જણાવ્યું હતું કે બ્રિટેન ના અન્ય વિસ્તારો માં લંડન સાથે મલ્ટી - સિસ્ટમ રાજ્યો માં છેલ્લા 3 સપ્તાહ થી વધારે કાળજી લેવાની જરૂર છે. જ્યાં બધી જ ઉમર ના બાળકો માં આ રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે.
- નોંધવા જેવી બાબત છે કે જે બાળકો માં આ રહસ્યમય બીમારી દેખાઈ રહી છે. તે બાળકો પહેલા કોરોના વાયરસ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
- નિષ્ણાત ડોક્ટરો નું માનવું છે કે જે મોટી ઉમર ના લોકો માં જોવા મળતો કોરોના વાયરસ અને બાળકો માં જોવા મળતો વાયરસ અલગ અલગ હોઈ શકે. તેમ છતાં બાળકો ના કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે
- બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (બીએપીઆઈઓ) ના પ્રમુખ ડો.રમેશ મહેતાએ રિપોર્ટ આપ્યો છે કે બાળકોના લોહીના સૅમ્પલ માં ગંભીર કોવિડ 19 રોગ ની જેવા જ છે. પરંતુ જેમ મોટી ઉમરના લોકોમાં કોવિડ 19 છે તે બાળકો માં છે કે નથી તે યકીન નથી .
- મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 25 થી 30 બાળકોમાં આ બીમારી ના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ બીમારીના સૌથી વધુ કેસો લંડનમાં છે.
- રાષ્ટ્રીય આરોગ્ય સેવાના વરિષ્ઠ સલાહકારે કહ્યું હતું કે આ બીમારીની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. પરંતુ આ બીમારી ના કેસો ઝડપ થી વધારો જોવા મળી રહ્યો છે .અને તે ફક્ત બ્રિટેન માં જ નથી. ડો .મહેતા કહે છે, બેંગલુરુ, કોલકાતા અને મુંબઇ માં જોવા મળ્યા છે.
- મોટી ઉમર ના લોકો માં જોવા મળતા કોરોના વાયરસ ના લક્ષણો અને બાળકો માં જોવા મળતા લક્ષણો પુરેપુરા અલગ જ છે.
- ડો. મહેતા એ જણાવ્યું કે બાળકો અચાનક ગંભીર માંદગી માં આવે છે. પેટ માં દૂખાવો શરૂ થઇ છે અને ઘણી વાર ગંભીર એપેન્ડિસાઈટિસનું લક્ષણ હોવાનું જણાય છે. પરંતુ વધારે પરીક્ષણ માં મોટાભાગ ના બાળકો હૃદય ની બળતરા પણ જોવા મળે છે. આ બળતરા ખુબ જ ઝડપ બાળક ના આખા શરીર માં ફેલાઈ જાય છે.
દરેક બાળક માં અલગ અલગ લક્ષણો છે. પરંતુ તેમાં પરીક્ષણ ના પરિણામો એક સમાન છે.
- ડો. મહેતા જણાવ્યું છે કે દરેક બાળક માં અલગ અલગ લક્ષણો જોવા મળે છે. પરંતુ તેમાં પરીક્ષણ ના પરિણામો એક સમાન જ છે. જે ખુબ જ ચિંતાજનક વાત છે. ડોક્ટરો માને છે મોટી ઉમર ના લોકો કરતા અલગ હોવા છતાં આમાંથી ઘણા બાળકો ના નમુમા કોરોના વાયરસ નો નિર્દેશ કરે છે
- આ રહસ્યમય બીમારી અંગે શોધખોળ ચાલુ છે. ઇંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) ના મેડિકલ ડિરેક્ટર સ્ટીફન પાવીસે જણાવ્યું હતું કે અમારા નિષ્ણાતો આની તાત્કાલિક નોંધ લઈ રહ્યા છે.





0 Comments