• વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ માં વધારો થઈ રહ્યો છે. તેના કારણે મૃત્યુની માં પણ વધારો થઈ રહ્યો છે. અગત્યની વાત એ છે કે અમુક દવાની થોડી અસર થવાના કારણે દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. અને તેને રજા પનપી દેવામાં આવે છે.
  • થોડા દિવસો થી ફેબીફ્લુ, ડેક્સામેથાસોન નામ ની દવાઓ આવી છે. જે થોડા અંશે દર્દીઓને અસરકારક પણ સાબિત થાય છે. તેની દવાને દઈ ને ઘણી માહિતીઓ પણ આવી રહી છે. કોરોના ને ફેલતો અટકાવમાં માટે સૌથી મોટું પરીબળ છે તેની તપાસ અને ઓળખ.
  • કોરોના વાયરસના મુખ્ય લક્ષણો
  • શરૂઆતના સમયમાં તેના ચાર લક્ષણો હતા. વધારે તાવ આવવો, સૂકી ઉધરસ, ગળા માં ખરાશ, શ્વાસ લેવામાં થકલીફ પાડવી.
  • જેમ જેમ કેસ વધતા ગયા તેમ તેમ તેના નવા લક્ષણો આવતા ગયા. આપણે જાણીએ આરોગ્ય મંત્રાલયે જણાવેલા નવા લક્ષણો.
  • શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક લાગવો
  • ઠંડી અથવા શરદી થવી, ઉલટી થવી
  • અતિસાર, હિમોપ્ટિસિસ
  • ડબ્લ્યુએચઓ સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને ચિકિત્સકો કોરોના વાયરસના અન્ય લક્ષણોની ઓળખ અને અભ્યાસ કરી રહ્યા છે. કોરોના વાયરસનું આ પરિવર્તન વૈજ્ઞાનિકો અને ચિકિત્સકો માટે એક ગંભીર બાબત છે.
  • આરોગ્ય મંત્રાલય લોકોને કોરોના વાયરસ થી બચાવ માટે પગલાં ભરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા હાલમાં 15 મહત્વપૂર્ણ ટીપ્સનો સમાવેશ કર્યો છે.
  • કોરોનથી બચાવ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
  • યોગ્ય અંતર રાખી અન્યને શુભેચ્છાઓ આપો
  • જાહેર સ્થળોએ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરો
  • બહાર જતી વખતે ઘરેલું માસ્ક અથવા ચહેરાના કવરનો ઉપયોગ કરો
  • વારંવાર આંખો, નાક અને મોંને સ્પર્શ ન કરો
  • શ્વાસની ક્ષમતા જાળવી રાખો, તમારા હાથ વારંવાર ધોવાનું રાખો
  • તમાકુના ઉત્પાદનોનું સેવન ટાળો
  • વારંવાર સ્પર્શતી સપાટીઓને સાફ કરો, જંતુનાશક કરો
  • તમારા વર્તનમાં આનો સમાવેશ કરો
  • બિનજરૂરી મુસાફરી ન કરો, ગીચ સ્થળોએ જવાનું ટાળો
  • તમારા ફોન માં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં એકટીવ રહો
  • કોઈ પણ જાહેર સ્થળોએ થુંકવું નહીં
  • ચેપગ્રસ્ત અથવા કાળજી લેનારા લોકો પ્રત્યે ભેદભાવ ન રાખો
  • ફક્ત વિશ્વસનીય માહિતી પર વિશ્વાસ કરો
  • જો તમને કોઈ પણ લક્ષણ જોવા મળે તો કેન્દ્રનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1075 અથવા તો રાજ્ય હેલ્પલાઇનનો સંપર્ક અવશ્ય કરો. આ ઉપરાંત, માનસિક તનાવ અથવા કોઈ પણ સમસ્યાઓમાં માનસિક સહાયક સેવાઓની મદદ લેવાની સલાહ પણ આપવામાં આવી છે.
  • હાલમાં વધી રહેલા કેસ એક ચિંતાનું વિષય બન્યું છે. પણ એક રાહતની વાત એ છે કે આપણા દેશમાં કોરોના નો પુન રિકવરી દર માં વધારો થઈ રહ્યો છે. હાલમાં કોરોના માંથી સ્વસ્થ થતા દર્દીઓની ટકાવારી વધી રહી છે.
  • મળતી માહિતી મુજબ, 25 માર્ચ ના રોજ પુન રિકવરી દર 7.10 ટકા હતો, 3 મેના રોજ 26.59 ટકા હતો, 31 મેના રોજ 47.76 ટકા હતો, 15 જુલાઈ ના રોજ 63.24 ટકા પર પોંહચી ગયો છે.