તમારા બેંક ના ખાતા માં કેટલું બેલેન્સ છે તે મહત્વનું નથી. પરંતુ તમારું દિલ કેવું છે તે વધારે મહત્વનું છે. વ્યક્તિ હૃદયથી ધનિક હોવો જોઈએ પૈસા થી નહીં. હાલમાં એક ભિખારીએ આ સાબિત કરી આપ્યું છે.
હાલમાં એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિઓ માં ભિખારી તેની પ્લેટ માંથી કૂતરાઓને ખવડાવતો જોવા મળે છે.
સામાન્ય રીતે ભિખારી ને બે ટંકનું ખાવાનું મળી જાય તો બોવ કેવાઈ. આવામાં તે પોતાની પર્વા કર્યા વિના કૂતરાઓને ખવડાવતો આ એક ભવનાત્મક બાબત છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ હ્રદયસ્પર્શી વીડિયોને ભારતીય વન અધિકારી સુશાંત નંદા દ્વારા સોશ્યિલ મીડિયા માધ્યમ ટ્વિટર પર ટ્વિટ કર્યો હતો. આ વિડિઓ શેર કરતા તેને લખ્યું હતું કે પૈસાથી ગરીબ, હૃદયથી અમીર.
આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે આ વિડિઓ 80 હજારથી વધુ લોકોએ જોયો હતો. અને 10,000 થી વધુ લોકોએ તેને પસંદ કર્યો હતો અને 2 હજાર થી વધુ લોકોએ રીટ્વીટ પણ કર્યો હતો.
આ વિડિઓ બધાને શીખવે છે કે પૈસા જીવનમાં બધું નથી. વધુ મહત્વનું છે કે તમે સારા વ્યક્તિ બનો. દરેક વ્યક્તિ બીજા વ્યક્તિનું સન્માન કરે. પછી તમારી પાસે પૈસા છે કે નહીં તે મહત્વનું નથી.
इसे अपने जीवन से लेकर कई तकलीफ नहीं नाही अपनी गरीब से परेशानी इस बुजुर्ग को दुसरो की जरूरत का ध्यान रखना चाहते है यही भारत की संस्कृति हें दूसरे को दुखी नही देख शकते
આ ભિખારી એક લાચાર ખુબ જ વૃદ્ધ માણસ છે. આ વ્યક્તિએ તેની ઉંમર અને સ્થિતિ વિશે વિચાર્યા વગર પ્રાણીઓની ભૂખ વિશે વિચાર્યું. સોશ્યલ મીડિયા પર આ વૃદ્ધ વ્યક્તિની ખુબ જ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ચાલો આપણે જાણીએ લોકોએ શું કહ્યું આ વ્યક્તી વિશે.
0 Comments